VIDEO : જ્યારે માધુરીએ કર્યો શ્રીદેવીના ગીત પર ડાન્સ ! જોઈને નક્કી કરો કેવો છે...

આ ડાન્સ પર્ફોમન્સને જોઈને જાન્હવી કપૂર બહુ ઇમોશન થઈ ગઈ હતી

VIDEO : જ્યારે માધુરીએ કર્યો શ્રીદેવીના ગીત પર ડાન્સ ! જોઈને નક્કી કરો કેવો છે...

નવી દિલ્હી : દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અનેક હિરોઇનોની પ્રેરણા છે. તેની ચુલબુલી સ્ટાઇલ હજી પણ તેના ચાહકોના દિલમાં વસેલી છે. હાલમાં ઇન્ડસ્ટ્રીની એક શ્રેષ્ઠ એક્ટ્રેસે એક ઇવેન્ટમાં શ્રીદેવીના સુપરહિટ ગીત પર ડાન્સ કરીને બધાના દિલ જીતી લીધા હતા. હકીકતમાં તાજેતરમાં યોજાયેલા ગોલ્ડન રોઝ અવોર્ડમાં માધુરી દીક્ષિતે સુપરહિટ ગીત 'હવાહવાઈ' પર ડાન્સ કરીને શ્રીદેવીને આદરાંજલિ આપી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Legend~

A post shared by Kareena Kapoor FC (@kareenakapoortime) on

માધુરીના આ ડાન્સ પર્ફોમન્સ જોઈને લાગતું હતું કે તેણે આ પર્ફોમન્સ માટે લાંબો સમય પ્રેકટિસ કરી છે. આ ગીતમાં માધુરીએ શ્રીદેવીના એક્સપ્રેશન કોપી કરવાનો ભારે પ્રયાસ કર્યો છે. આ ડાન્સને જોઈને શ્રીદેવીની દીકરી જાન્હવી પણ ઇમોશનલ થઈ ગઈ હતી. માધુરીએ આ શોમાં હેમા માલિની તેમજ રેખાના ગીતો પર પણ ડાન્સ કર્યો હતો. જોકે શ્રીદેવીના ગીત પરનું પર્ફોમન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 

માધુરીએ પોતાના આ પર્ફોમન્સ વિશે કહ્યું છે કે આ પર્ફોમન્સ માટે જ્યારે મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હું બહુ ખુશ થઈ ગઈ હતી. મારા આ પર્ફોમન્સને કારણે મને પણ બહુ આત્મસંતોષ મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news