સંજય દત્તની દીકરી પર તુટી પડ્યો દુખનો પહાડ, કારણ છે મોટું

સંજય અને રિચાની દીકરી ત્રિશલા હાલમાં તેના નાના અને નાની સાથે અમેરિકામાં રહે છે

સંજય દત્તની દીકરી પર તુટી પડ્યો દુખનો પહાડ, કારણ છે મોટું

મુંબઈ : સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા દત્તની દીકરી ત્રિશલા દત્તના બોયફ્રેન્ડનું હાલમાં અવસાન થયું છે. ત્રિશલાએ આ વાતની જાણકારી પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી છે. તેણે આ પોસ્ટ બહુ ઇમોશનલ થઈને લખી છે. ત્રિશલાએ લખ્યું છે કે મારું દિલ તુટ્યું છે. મને પ્રેમ કરવા માટે, મારી રક્ષા કરવા માટે તેમજ મારું ધ્યાન રાખવા માટે આભાર. તે મને ખુશહાલ વ્યક્તિ બનાવી છે. હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું જેને તારો પ્રેમ મળ્યો. તું હંમેશા મારામાં રહીશ. હું તને બહુ પ્રેમ કરીશ અને હું સતત તારી યાદમાં રહીશ. હંમેશા તારી. 

ત્રિશલાએ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેના બોયફ્રેન્ડનું 2 જુલાઈના દિવસે મૃત્યુ થઈ ગયું છે. જોકે તેના મૃત્યુના કારણની વિગતવાર ચર્ચા નથી કરવામાં આવી. પ્રેમીની યાદમાં ત્રિશલાએ કહ્યું છે કે હું તને આજે ગઈકાલથી પણ વધારે પ્રેમ કરું છું પણ આ પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. 

ત્રિશલાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે બહુ દુખી છે.  તે હાલમાં પોતાના નાના-નાની સાથે અમેરિકામાં રહે છે. તેણે થોડા સમય પહેલાં પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મારફત ખુલાસો કર્યો હતો કે તે ઇટાલિયન વ્યક્તિના પ્રેમમાં છે. ત્રિશલા પોતે પણ ગ્લેમર વર્લ્ડમાં સક્રિય છે અને મોડલિંગ તેમજ એક્ટિંગના ફિલ્ડમાં કામ કરે છે. ત્રિશલાના લેટેસ્ટ ખુલાસાથી મિત્રો અને શુભચિંતકો પણ દુખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news