Coronavirusના પગપેસારા બાદ આ હોટ અભિનેત્રીની બિલ્ડિંગ સીલ

કોરોના વાયરસ લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ પહેલેથી જ બગડેલી છે. આ બધા વચ્ચે અનલોક ફેઝ 1 દરમિયાન જ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં 2.26 લાખથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ કોરોનાના વાયરસના દર્દીઓની સંખ્યા 94000 જેટલી થઈ ગઈ છે. બીએમસી આ મામલે ખુબ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. હાલના દિવસોમાં બીએમસી દ્વારા અનેક બિલ્ડિંગો સીલ કરવાના અહેવાલો છે. તાજી જાણકારી મુજબ બીએમસીએ હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ના ઘરને સીલ કર્યું છે. 

Coronavirusના પગપેસારા બાદ આ હોટ અભિનેત્રીની બિલ્ડિંગ સીલ

મુંબઈ: કોરોના વાયરસ લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ પહેલેથી જ બગડેલી છે. આ બધા વચ્ચે અનલોક ફેઝ 1 દરમિયાન જ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં 2.26 લાખથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ કોરોનાના વાયરસના દર્દીઓની સંખ્યા 94000 જેટલી થઈ ગઈ છે. બીએમસી આ મામલે ખુબ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. હાલના દિવસોમાં બીએમસી દ્વારા અનેક બિલ્ડિંગો સીલ કરવાના અહેવાલો છે. તાજી જાણકારી મુજબ બીએમસીએ હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ના ઘરને સીલ કર્યું છે. 

Coronavirus की दस्तक के बाद सील की गई इस मशहूर बॉलीवुड एक्ट्रेस की बिल्डिंग

મલાઈકા અરોરા મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં રહે છે અને તેની બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મલાઈકા અરોરાની બિલ્ડિંગ હવે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવી ગઈ છે. મલાઈકા અરોરાની બિલ્ડિંગ 8 જૂનના રોજ સીલ કરવામાં આવી છે. તેની સમગ્ર બિલ્ડિંગને સેનેટાઈઝ કરવામાં આવી.લોકડાઉનની જાહેરાત બાદથી જ મલાઈકા પોતાના પુત્ર અરહાન ખાન સાથે ક્વોરન્ટાઈનમાં છે. 

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે. છાશવારે તે ઈન્સ્ટાગ્રામ પર કઈકને કઈક અપડેટ કરતી રહે છે. મલાઈકા અરોરા ઘર પર રહીને જ યોગ કરે છે. આ દરમિયાન અનેક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ અગાઉ કરણ જૌહર અને બોની કપૂરના ઘરના સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. ત્યારબાદથી જ તેમના પરિવારના દરેક સભ્ય સેલ્ફ ક્વોરન્ટાઈનમાં હતાં. 

જુઓ LIVE TV

બોની કપૂરની વાત કરીએ તો હાલમાં જ તેમણે ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી હતી કે સ્ટાફના લોકોના બીજા કોરોના પોઝિટિવ ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે જેના કારણે તેમનો ક્વોરન્ટાઈન પીરીયડ હવે ખતમ થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news