PICS: આધેડ ઉંમરે આ અભિનેતાઓએ આપ્યા એવા બોલ્ડ દ્રશ્યો...જોઈને દર્શકોએ માથા પછાડ્યા

PICS: આધેડ ઉંમરે આ અભિનેતાઓએ આપ્યા એવા બોલ્ડ દ્રશ્યો...જોઈને દર્શકોએ માથા પછાડ્યા

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં રોમાન્સ અને બોલ્ડ દ્રશ્યોમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. હવે અભિનેતાઓ તો મોટી ઉંમરે પણ બોલ્ડ દ્રશ્યો આપતા શરમતા નથી. અમારી સહયોગી બોલીવુડ લાઈફના આ ખાસ રિપોર્ટમાં એ અભિનેતાઓ વિશે જાણો જેમણે 'વૃદ્ધાવસ્થા'માં બોલ્ડ દ્રશ્યો આપીને હાહાકાર મચાવ્યો હતો. 

નસીરુદ્દીન શાહ
વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં નસીરુદ્દીન શાહે વિદ્યા બાલન સાથે જબરદસ્ત રોમાન્સ કર્યો હતો. નસીરુદ્દીન શાહ સાથે વિદ્યાનું 'ઉ લાલા' ગીત જબરદસ્ત હિટ થયું હતું. 

नसीरुद्दीन शाह (द डर्टी पिक्चर)

(ફોટો ક્રેડિટ- ગૂગલ)

શક્તિ કપૂર
ધ જર્ની ઓફ કર્મા ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શક્તિ કપૂરે પુનમ પાંડે સાથે અનેક બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા જેણે ફેન્સના હ્રદયના ધબકારા વધારી દીધા હતા. 

शक्ति कपूर (द जर्नी ऑफ कर्मा)

(ફોટો ક્રેડિટ- ગૂગલ)

ઓમ પુરી
વર્ષ 2015માં આવેલી ફિલ્મ ડર્ટી પોલિટિક્સમાં અભિનેતા ઓમ પુરીએ મલ્લિકા શેરાવત સાથે બોલ્ડ  દ્રશ્યો આપ્યા હતા. અમુક દ્રશ્યોએ તો બોલ્ડનેસની તમામ હદો પાર કરી નાખી હતી. જોનારીની આંખો જ પહોળી થઈ ગઈ હતી. 

ओम पुरी (डर्टी पॉलिटिक्स)

(ફોટો ક્રેડિટ- ગૂગલ)

અન્નુ કપૂર
પ્રિયંકા ચોપરાની ફિલ્મ સાત ખૂન માફમાં અન્નુ કપુરે પ્રિયંકા ચોપરા સાથે અનેક બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. આ ઉંમરમાં આવા દ્રશ્યો જોઈને દર્શકોના રૂવાંડા ઊભા થઈ ગયા હતા. 

अन्नू कपूर (सात खून माफ)

(ફોટો ક્રેડિટ- ગૂગલ)

અમિતાભ બચ્ચન
બોલીવુડના સુપરસ્ટાર ગણાતા અમિતાભનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અમિતાભે દિવંગત અભિનેત્રી જિયા ખાન સાથે ફિલ્મ નિશબ્દમાં બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. 

अमिताभ बच्चन (निशब्द)

(ફોટો ક્રેડિટ- ગૂગલ)

જેકી શ્રોફ
શોર્ટ ફિલ્મ ખુજલીમાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા વચ્ચે રોમાન્સ સીન ફિલ્માવાયો હતો. બંનેએ એક એવું દ્રશ્ય ભજવવાની કોશિશ કરી હતી કે લોકો હસી હસીને બેવડા વળી ગયા હતા. 

जैकी श्रॉफ (खुजली)

(ફોટો ક્રેડિટ- ગૂગલ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news