રિલીઝ થયું 'દે દે પ્યાર દે'નું 'ચલે આના', ગીતમાં દેખાયો અજય-રકુલનો ઇમોશનલ અંદાજ!

આ નવા ગીતમાં અજય દેવગન તેનાથી 26 વર્ષ નાની રકુલ પ્રીત સિંહના પ્રેમની જુદાઈમાં ડુબેલો દેખાય છે

રિલીઝ થયું 'દે દે પ્યાર દે'નું 'ચલે આના', ગીતમાં દેખાયો અજય-રકુલનો ઇમોશનલ અંદાજ!

નવી દિલ્હી : અજય દેવગન ફરીવાર રોમેન્ટિક કોમેડી સાથે બોક્સઓફિસ પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું એક નવું ઇમોશનલ સોંગ 'ચલે આના' રિલીઝ થયું છે. 

આ નવા ગીતમાં અજય દેવગન તેનાથી 26 વર્ષ નાની રકુલ પ્રીત સિંહના પ્રેમની જુદાઈમાં ડુબેલો દેખાય છે. સામા પક્ષે રકુલ પણ બહુ બેચેન દેખાય છે. આ ગીત સેડ સોંગ નથી પણ બહુ ઇમોશનલ છે. આ ગીતને પ્લેબેક સિંગર અરમાન મલિકે ગાયું છે અને સંગીત અરમાનના ભાઈ અમાન મલિકે આપ્યું છે. આ ગીતના શબ્દો ગીતકાર કુણાલ વર્માએ લખ્યા છે અને એને ટી સીરીઝના મ્યુઝિક લેબલ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. 

આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને 17 મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news