અંકિતા લોખંડે બહુ જલ્દી કરી લેવાની લગ્ન ? બર્થ-ડે પાર્ટીમાં ખુલી ગયું સિક્રેટ

'પવિત્ર રિશ્તા'થી ભારે લોકપ્રિયતા મેળવનાર એક્ટ્રેસ હવે 'મણિકર્ણિકા'માં જોવા મળશે

અંકિતા લોખંડે બહુ જલ્દી કરી લેવાની લગ્ન ? બર્થ-ડે પાર્ટીમાં ખુલી ગયું સિક્રેટ

મુંબઈ : હાલમાં એક્ટ્રેસ અંકિતા લોખંડેએ મુંબઈમાં પોતાના મિત્રોને જન્મદિવસની પાર્ટી આપી. આ પાર્ટીમાં અંકિતા તેના કહેવાતા બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે જોવા મળી છે. મળતી માહિતી પ્રમાણે અંકિતા બહુ જલ્દી વિક્કી સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. વિક્કી મુંબઈનો જાણીતો બિઝનેસમેન છે. હાલમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ રિપોર્ટ આપ્યો છે કે અંકિતા બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે 2019માં લગ્ન કરી શકે છે. 

હાલમાં અંકિતા તેની આગામી ફિલ્મ 'મણિકર્ણિકા'ના તેના રોલને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મમાં અંકિતા ઝલકારી બાઈનો રોલ કરી રહી છે જેણે આઝાદી માટે અંગ્રેજો સામેની લડાઈમાં લક્ષ્મીબાઈને સાથ આપ્યો હતો. આ ફિલ્મમાં કંગના રનૌત સાથે અંકિતાએ જોડી બનાવી છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે જેના બહુ વખાણ થયા છે. 

હાલમાં અંકિતાના જીવનમાં ફરીથી ખુશીનું સામ્રાજય છવાઈ ગયું છે. નોંધનીય છે કે અંકિતા આ પહેલાં અનેક વર્ષો સુધી ટીવી સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી. આ બંને લગ્ન કરવાના છે એવા સમાચાર આવી રહ્યા હતા પણ આખરે બંને અલગ થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news