રાજ ઠાકરેનું વિવાદિત નિવેદન, મંત્રી ન સાંભળે વાત તો ડુંગળીઓ મારો
પોતાનાં વિવાદિત નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતા રાજ ઠાકરેએ વધારે એક વિવાદિત નિવેદન આપ્યું છે
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે ખેડૂતોને કહ્યું કે, જો મંત્રી તેમની પીડા નથી સાંભળતા તો તેમના પર ડુંગળી ફેંકો. મનસે પ્રમુખે ઉત્પાદનનાં એક મોટા સ્થળ, મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાનાં કલવાનમાં ડુંગળી ખેડૂતોને સંબોધિત કરતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો મંત્રી તમારી વાત સાંભળે કે તમારી માંગ પુરી કરે છે તો તેમના પર ડુંગળી ફેંકો.
જિલ્લાનાં એક ખેડૂત હાલમાં જ તે સમયે સમાચારોમાં આવી ગયો હતો જ્યારે ડુંગળીનાં વેચાણની ખુબ જ ઓછી રકમ મળી હતી જેનાં કારણે તેણે વિરોધ તરીકે તે તમામ રકમ વડાપ્રધાન કાર્યાલયને મોકલી આપી હતી. જો કે મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં ખેડૂત સંજય સાઠે દ્વારા વડાપ્રધાન મોદીનાં કાર્યાલયને મોકલવામાં આવેલા મની ઓર્ડરને વડાપ્રધાને લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
સંજયને મની ઓર્ડર પરત મોકલતા વડાપ્રધાન કાર્યાલયની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઇ પણ પ્રકારનાં મની ઓર્ડરનો સ્વિકાર નથી કરતા, જો તેમને પૈસા મોકલવા જ હોય તો તેઓ આરટીજીએસ અથવા ઓનલાઇન ટ્રાન્ઝક્શન દ્વારા મોકલી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ચલાવે છે. તે પોતાનાં નિવેદનોનાં કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અગાઉ યુપી અને એમપી તથા બિહારનાં લોકો સાથે ગેરવર્તણુંક કરવા બદલ અને તેમના વિશે વિવાદિત નિવેદન આપીને પણ ચર્ચામાં રહી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે