OMG 2: શરીર પર ભસ્મ, હાથમાં ડમરું... અક્ષય કુમારનો ફર્સ્ટ લુક આવ્યો સામે, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

OMG 2 Akshay Kumar look: ફર્સ્ટ પોસ્ટરમાં અક્ષય કુમારનો જે લુક જોવા મળે છે તેને જોઈને ફેન્સની આતુરતા ચાર ગણી થઈ ગઈ છે. અક્ષય કુમાર ફિલ્મના પોસ્ટરમાં હાથમાં ડમરું, ગળામાં રુદ્રાક્ષની માળા અને શરીર પર ભસ્મ સાથે જોવા મળે છે.

OMG 2: શરીર પર ભસ્મ, હાથમાં ડમરું... અક્ષય કુમારનો ફર્સ્ટ લુક આવ્યો સામે, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

OMG 2 Akshay Kumar look: બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ OMG 2નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ પોસ્ટરમાં અક્ષય કુમારનો જે લુક જોવા મળે છે તેને જોઈને ફેન્સની આતુરતા ચાર ગણી થઈ ગઈ છે. અક્ષય કુમાર ફિલ્મના પોસ્ટરમાં હાથમાં ડમરું, ગળામાં રુદ્રાક્ષની માળા અને શરીર પર ભસ્મ સાથે જોવા મળે છે. અક્ષય કુમારના આ લોકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ એનાઉન્સ કરી દેવામાં આવી છે. અક્ષય કુમારની OMG 2 ફિલ્મ 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 

આ પણ વાંચો:

OMG 2 ના નવા પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શિવના સ્વરૂપમાં જોવા મળે છે. જેને જોઈને તેના ચાહકો પણ આ ફિલ્મ જોવા આતુર થયા છે અને આ પોસ્ટર પર કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અક્ષય કુમારે તેના ઈસ્ટાગ્રામ પેજ પર આ પોસ્ટર શેર કર્યું છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અમે આવી રહ્યા છીએ તમે પણ આવજો... 11 ઓગસ્ટ 2023....

રિપોર્ટ્સ અનુસાર OMG ફિલ્મની સિક્વલ 11 વર્ષ પછી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના સ્વરૂપમાં જોવા મળશે. ફિલ્મ અક્ષય કુમારની સાથે યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news