આ 5 બોલીવુડ સેલીબ્રીટી ગુમાવી ચુકી છે તેમનું પહેલું બાળક, એક તો સરી પડી હતી ડિપ્રેશનમાં

Celebs Who Suffers Miscarriage: બોલીવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાનું બાળક ગુમાવ્યું હોય. મિસકેરેજનું દુઃખ આજે પણ આ અભિનેત્રીઓના દિલમાં છે. બાળક ગુમાવ્યાનું દુઃખ જીવનમાં સૌથી ખરાબ સપના જેવું હોય છે. આ દુઃખને એક સ્ત્રી ક્યારે ભૂલી શકતી નથી. આવા જ દુઃખમાંથી બોલીવુડની આ પાંચ અભિનેત્રીઓ પણ પસાર થઈ છે. 

ગૌરી ખાન

1/5
image

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ઘણી વખત મિસકેરેજ નું દુઃખ સહન કર્યું છે. આર્યન ખાનના જન્મ પહેલા ગૌરી ખાનના જ થયા હતા.  ઘણી મુશ્કિલો પછી આર્યન ખાનનો જન્મ થયો. ત્યાર પછી ગૌરીએ સુહાનાને જન્મ આપ્યો અને ત્યાર પછી શાહરૂખ અને ગૌરીએ સરોગસીથી અબરામનું સ્વાગત કર્યું.

કાજોલ

2/5
image

કાજોલ અને અજય દેવગન પણ જ્યારે બાળકનું પ્લાનિંગ કરતા હતા ત્યારે બે વખત કાજોલને મિસકેરેજ થયું હતું. કભી ખુશી કભી ગમ ફિલ્મી શૂટિંગ દરમિયાન કાજોલ પ્રેગ્નેન્ટ હતી પરંતુ ત્યાર પછી તેનું મિસકેરેજ થઈ ગયું. બીજા મિસકેરેજ પછી કાજોલ અને અજય દુઃખી થઈ ગયા હતા. ત્યારબાદ અનેક પ્રયત્નો પછી બંનેને બે બાળકો થયા. 

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

3/5
image

શિલ્પા શેટ્ટીનું મિસકેરેજ વર્ષ 2010 માં થયું હતું. મિસકેરેજ પછી તે ડિપ્રેશનમાં સરી પડી હતી. તેણે આશા જ છોડી દીધી હતી કે તે માતા બની શકશે. પરંતુ ત્યાર પછી અભિનેત્રીને બે બાળકોની માતા બની.

કિરણ રાવ

4/5
image

કિરણ રાવ અને આમીર ખાને પણ પોતાનું પહેલું બાળક ગુમાવી દીધું હતું. ત્યાર પછી સરોગસી વડે તેમણે એક દીકરાને જન્મ આપ્યો.

દીપિકા કક્કડ

5/5
image

દીપિકા કક્કડ અને શોહેબ ઇબ્રાહીમ 22 જાન્યુઆરીએ બાળકના જન્મને લઈને ઘોષણા કરી હતી. આ પહેલા દીપિકાને મિસકેરેજ થયું હતું. તેના કારણે અભિનેત્રીએ પોતાની પ્રેગનેન્સીની ખબર ઘણા સમય પછી લોકો સાથે શેર કરી.