OMG 2 નું Trailer રિલીઝ, ફિલ્મમાં અક્ષય કુમાર શિવ દૂત બની શિવ ભક્ત પંકજ ત્રિપાઠીની કરશે મદદ

OMG 2 Trailer: અક્ષય કુમારની ફિલ્મ OMG 2 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતી. વિવાદો અને ચર્ચાઓના કારણે લોકો આ ફિલ્મની એક ઝલક જોવા માટે આતુર હતા. આ આતુરતાનો અંત આજે આવ્યો છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને તો લાગે છે કે તે અક્ષય કુમાર માટે હિટ ફિલ્મ સાબિત થશે. તો તમે પણ જુઓ OMG 2 નું દમદાર ટ્રેલર

OMG 2 નું Trailer રિલીઝ, ફિલ્મમાં અક્ષય કુમાર શિવ દૂત બની શિવ ભક્ત પંકજ ત્રિપાઠીની કરશે મદદ

OMG 2 Trailer: અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓહ માય ગોડ સુપરહિટ સાબિત થઈ હતી. જેના કારણે દર્શકોને આ ફિલ્મની સિક્વલ એટલે કે ઓહ માય ગોડ 2થી પણ વધારે અપેક્ષા છે. આ ફિલ્મની તો લોકો આતુરતાથી રાહ જોઈ જ રહ્યા છે. પરંતુ ફિલ્મના ટ્રેલરને જોવા પણ તલપાપડ હતા. આ આતુરતાનો અંત આજે આવી ગયો છે. સેન્સર બોર્ડની તમામ મુશ્કેલીઓ પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડી 'ઓએમજી 2' માં ધમાલ મચાવી દેશે તેવું ટ્રેલર પરથી લાગે છે.

આ પણ વાંચો:

આ 6 અભિનેત્રીના વાયરલ MMS ને આજ સુધી નથી ભુલી શક્યું કોઈ, કરીનાના MMS એ લગાવી હતી આગ
 
OMG 2 ફિલ્મની ઝલક દેખાડતું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમારને શિવ તરીકે નહીં પણ શિવજીના ગણ તરીકે દેખાડવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મમાં શિવજીના ભક્ત કાંતિ શરણ મુદગલના રોલમાં પંકજ ત્રિપાઠી છે. આ ફિલ્મમાં યામી ગૌતમ વકીલની ભૂમિકા ભજવી છે. 

ટ્રેલરમાં જોવા મળે છે કે કાંતિ શરણ મુદગલ એટલે કે પંકજ ત્રિપાઠી ભગવાન શિવમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેમના પરિવાર માટે ભગવાન શિવની પૂજા સર્વોપરી છે. જો કે તેના પુત્ર સાથે કંઈક એવું બને છે કે તે દેશની શિક્ષણ વ્યવસ્થા સામે કોર્ટમાં પહોંચે છે. આ મુશ્કેલ સમયમાં શિવના ગણ બની અક્ષય કુમાર તેની દરેક મુશ્કેલીમાં મદદ કરતો જોવા મળે છે. 

આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ, અરુણ ગોવિલ, ગોવિંદ નામદેવ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સાથે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news