TMKOC: આ વખતે Confirm છે, 6 વર્ષ પછી તારક મેહતા શોમાં એન્ટ્રી કરશે 'દયાબેન'

Taarak Mehta Ka Ooltah Chashmah: અસિત મોદીએ દયાબેનની એન્ટ્રીને લઈને એવી વાત કહી દીધી છે કે જેના કારણે દર્શકો ખુશખુશાલ થઈ ગયા છે. આ શોને 15 વર્ષ પુરા થયા તે સમયે અસિત મોદીએ દિશા વાકાણીના વખાણ કરતાં આ ઘોષણા કરી હતી. દયાબેન શોમાં ફરીથી જોવા મળે તે માટે લોકો છ વર્ષથી રાહ જોઈ રહ્યા છે. છ વર્ષ પહેલા દયાબેન એટલે કે દિશા વાકાણીએ મેટરનીટી લીવ લીધી હતી ત્યાર પછીથી શોમાં તેણે કમબેક ન કર્યું

TMKOC: આ વખતે Confirm છે, 6 વર્ષ પછી તારક મેહતા શોમાં એન્ટ્રી કરશે 'દયાબેન'

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા છ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો શોમાં દયાબેન ફરીથી આવે તેની રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત શોમાં એવા ટ્રેક પણ દેખાડવામાં આવ્યા કે દિશા વાકાણીની એન્ટ્રી થશે પરંતુ દર વખતે દર્શકોને નિરાશા મળી હતી. ત્યારે આ વખતે દર્શકોની નિરાશા ને આશામાં બદલી દેવામાં આવી છે. કારણ કે દિશા વાકાણી છ વર્ષ પછી શોમાં એન્ટ્રી કરવાની છે. આ વખતે આ વાત કન્ફર્મ છે કારણ કે શોના મેકર્સે પણ કન્ફર્મ કરી દીધું છે. 

અસિત મોદીએ દયાબેનની એન્ટ્રીને લઈને એવી વાત કહી દીધી છે કે જેના કારણે દર્શકો ખુશખુશાલ થઈ ગયા છે. આ શોને 15 વર્ષ પુરા થયા તે સમયે અસિત મોદીએ દિશા વાકાણીના વખાણ કરતાં આ ઘોષણા કરી હતી. દયાબેન શોમાં ફરીથી જોવા મળે તે માટે લોકો છ વર્ષથી રાહ જોઈ રહ્યા છે. છ વર્ષ પહેલા દયાબેન એટલે કે દિશા વાકાણીએ મેટરનીટી લીવ લીધી હતી ત્યાર પછીથી શોમાં તેણે કમબેક ન કર્યું. હવે છ વર્ષ પછી દર્શકોને શોમાં દયાબેન ફરીથી જોવા મળશે.

આ પણ વાંચો:

તારક મહેતા શોને 15 વર્ષ પુરા થતા અસિત મોદીએ લોકોનો આભાર માન્યો હતો. સાથે જ તેણે કહ્યું હતું કે શોના એક કલાકાર જેને ક્યારેય ભૂલી નહીં શકાય તે છે દયાબેન એટલે કે દિશા વાકાણી. દિશા વાકાણીએ દયાબેન ના પાત્રમાં પ્રાણ ફૂંકી દીધા છે. તેવામાં શોને 15 વર્ષ પુરા થયા તે તકે અસિત મોદીએ દર્શકોને વચન આપ્યું છે કે દિશા વાકાણી ટૂંક સમયમાં જ શોમાં પાછી ફરશે. 

થોડા દિવસો પહેલા જ દિશા વાકાણીનો એક વિડીયો વાયરલ થયો હતો જેને જોઈને દર્શકો પણ ચોંકી ગયા હતા કારણ કે છ વર્ષ પછી દિશા વાકાણી ખૂબ જ બદલી ગઈ છે. મેકઅપ વિના તેને ઓળખવી પણ મુશ્કેલ થઈ જાય. તેવામાં હવે દિશા વાકાણી તારક મહેતામાં ફરીથી જોવા મળશે ત્યારે દર્શકોને તે કેટલી બદલાયેલી જોવા મળશે તે જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news