આ યુવક સાથે ખુલ્લેઆમ ફરી રહી છે કેટરિના, સલમાનની પણ નથી પરવા !

કેટરિનાની આગામી ફિલ્મ ભારત સતત ચર્ચામાં છવાયેલી છે. ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે.

આ યુવક સાથે ખુલ્લેઆમ ફરી રહી છે કેટરિના, સલમાનની પણ નથી પરવા !

મુંબઈ : કેટરિના કૈફની આગામી ફિલ્મ ભારતની રિલીઝને હજી ગણતરીના દિવસોની વાર છે ત્યારે તે જાહેરમાં એક યુવક સાથે ફરતા ક્લિક થઈ છે. આ યુવક સાથે ફરતી વખતે કેટરિનાને તેના અંગત મિત્ર સલમાન ખાન કે પછી મીડિયાની પણ પરવા નથી. આ આઉટિંગ વખતે કેટરિના અને આ યુવક વચ્ચે સારું બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. 

મળતી માહિતી પ્રમાણે કેટરિના સાથે જોવા મળેલો આ યુવક ડોક્ટર જ્વેલ ગમાડિયા છે. તે એક્યુપંક્ચર સ્પેશિયાલિસ્ટ છે અને બોલિવૂડની અનેક સેલિબ્રિટી સારવાર માટે તેની પાસે આવે છે. આ ડોક્ટર અવારનવાર વિરાટ કોહલી, અનુષ્કા અને અજય દેવગન સાથે જોવા મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારતના શૂટિંગ દરમિયાન કેટરિનાને જ્યારે પગમાં વાગ્યું હતું ત્યારે તેણે ડોક્ટર જ્વેલ ગમાડિયા પાસે પોતાનો ઇલાજ કરાવ્યો હતો. 

કેટરિનાની આગામી ફિલ્મ ભારત સતત ચર્ચામાં છવાયેલી છે. ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news