પીએમ નરેન્દ્ર મોદીએ શેર કર્યો 'આત્મનિર્ભર ભારત' પર લતા મંગેશકરનો વીડિયો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના 200થી વધુ ગાયકોએ એક ગીત 'જયતુ જયતુ ભારતમ- વસુધૈવ કુટુંબકમ' તૈયાર કર્યું છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ શેર કર્યો 'આત્મનિર્ભર ભારત' પર લતા મંગેશકરનો વીડિયો

નવી દિલ્હીઃ કોરોના વાયરસની લડાઇ વચ્ચે દેશ છેલ્લા બે મહિનાથી લૉકડાઉનમાં છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં રાષ્ટ્રના નામે સંદેશ જારી કરીને આત્મનિર્ભર ભારત ભાવવાનું આહ્વાન કર્યું હતું. પીએમના આ સંદેશના આધાર પર 200થી વધુ ગાયકોએ એક ગીત 'જયતુ જયતુ ભારતમ- વસુધૈવ કુટુંબકમ' તૈયાર કર્યું છે. આ ગીતનો વીડિયો પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર પણ કર્યો છે. 

પ્રખ્યાત સિંગર લતા મંગેશકર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો વીડિયો શેર કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યુ, 'આ ગીત દરેકને ઉત્સાહિત અને પ્રેરિત કરનારૂ છે. તેમાં આત્મનિર્ભર ભારત માટે સુરોથી સજાયેલો ઉદ્ઘોષ છે.'

— Narendra Modi (@narendramodi) May 17, 2020

આ ગીતને ઇન્ડિયન સિંગર્સ રાઇટ્સ એસોસિએશનના 211 સભ્યોએ તૈયાર કર્યુ છે. ગીતને આશા ભોસલે, સોનૂ નિગમ, શંકર મહાદેવન જેવા ઘણા ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. ગીત સાથે પ્રસૂન જોશી જેવા ગીતકાર પણ જોડાયેલા છે. ગીતનું મ્યૂઝિક શંકર મહાદેવને આપ્યુ છે. આ તમામ આર્ટિસ્ટોએ લૉકડાઉન વચ્ચે પોત-પોતાના ભાગને પોતાના ઘરમાં રેકોર્ડ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news