ભગવાન વિષ્ણુના અવતાર પછી શિવજી બનશે પ્રભાસ, નવી ફિલ્મ માટે વિષ્ણુ મંચૂ સાથે મિલાવ્યો હાથ

Bollywood: બાહુબલી ફિલ્મ બાદ બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોતા પ્રભાસના ચાહકો માટે ખુશખબર છે. પ્રભાસની વધુ એક ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે તેલુગુ ફિલ્મ સ્ટાર વિષ્ણુ મંચુ સાથે જોવા મળશે અને તેમાં તે ભગવાન શિવના પાત્રમાં દેખાશે.

ભગવાન વિષ્ણુના અવતાર પછી શિવજી બનશે પ્રભાસ, નવી ફિલ્મ માટે વિષ્ણુ મંચૂ સાથે મિલાવ્યો હાથ

Bollywood: ઇન્ડિયન સુપર સ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મોના કારણે સતત ચર્ચામાં છે. પ્રભાસ ટુંક સમયમાં સાલાર ફિલ્મમાં જોવા મળશે. ત્યાર પછી તે પ્રોજેક્ટ કે માં જોવા મળશે. આ બે ફિલ્મો ઉપરાંત તેની નવી ફિલ્મને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નવી ફિલ્મ માટે પ્રભાસ એ તેલુગુ ફિલ્મ સ્ટાર વિષ્ણુ મંચુ સાથે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મ કનપ્પાં હશે. જેમાં પ્રભાસ અને વિષ્ણુ મંચુ એક સાથે જોવા મળશે. 

આ પણ વાંચો:

આ ફિલ્મ અંગે જાણવા મળતી માહિતી અનુસાર વિષ્ણુ મંચુની આ ફિલ્મમાં પ્રભાસ એક કેમીઓ રોલ કરશે. જે માટે ભગવાન શિવના પાત્રમાં જોવા મળશે. આ વાતની પુષ્ટિ એક્ટર વિષ્ણુ મંચુએ પણ કરી દીધી છે. જેના કારણે પ્રભાસના ફેન્સ ની ખુશી સાતમા આસમાને છે.

જણાવી દઈએ કે સુપર સ્ટાર પ્રભાસ નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં ભગવાન શ્રીરામના પાત્રમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મના કારણે પ્રભાસ અને ઓમ રાઉતની ખૂબ જ આલોચના થઈ હતી. તેવામાં ભગવાન વિષ્ણુ પછી પ્રભાસ વિષ્ણુ મંચુની આગામી ફિલ્મ કનપ્પામાં ભગવાન શિવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મો ઉપરાંત પ્રોજેક્ટ કે ફિલ્મમાં જોવા મળશે. પ્રોજેક્ટ કેને લઈને પણ ચર્ચાઓ છે કે તે માટે ભગવાન વિષ્ણુના રોલમાં જોવા મળશે. 

પ્રોજેક્ટ કે એક સાઈ ફાઈ ફિલ્મ છે જે હિન્દુ પૌરાણિક વાર્તાઓથી પ્રેરિત છે. ફિલ્મ કનપ્પાની વાત કરીએ તો વિષ્ણુ મંચુ સ્ટાર્ટર આ ફિલ્મમાં લીડ રોલમાં ક્રિતી સેનનની બહેન નુપુર સેનન જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news