અયાન મુખર્જીએ ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ, શેર કર્યો બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 દેવનો પ્રોમો, તમે જોયો કે નહીં

Brahmastra 2: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બ્રહ્માંડમાં હાજર શક્તિઓ પર આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અભિનેતા અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

અયાન મુખર્જીએ ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ, શેર કર્યો બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 દેવનો પ્રોમો, તમે જોયો કે નહીં

Brahmastra 2: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બ્રહ્માંડમાં હાજર શક્તિઓ પર આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અભિનેતા અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે શાહરૂખ ખાન અને નાગાર્જુન કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1' ને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે હવે ડિરેક્ટર અયાન મુખર્જીએ ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે.

આ પણ વાંચો: 

અયાન મુખર્જીએ 'બ્રહ્માસ્ત્ર 2'નો પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ફિલ્મના કોન્સેપ્ટની કેટલીક ઝલક શેર કરવામાં આવી છે. જેમાં અગ્નિ દેવ, અમૃતા અને શિવના કાર્ટૂન વર્ઝનની ઝલક જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરતા અયાન મુખર્જીએ કેપ્શનમાં લખ્યું, "બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 દેવ અર્લી કોન્સેપ્ટ આર્ટ વર્ક, હું બ્રહ્માસ્ત્ર 2 અને 3ના વિઝન અને સ્ટોરી પર ઘણા મહિનાઓથી સતત કામ કરી રહ્યો છું. ટીમ બ્રહ્માસ્ત્ર માટે આ ખાસ દિવસે અમારી પ્રેરણાના કેટલાક ચિત્રોની એક ઝલક શેર કરી રહ્યો છું.

અયાન મુખર્જીની આ પોસ્ટ પર લોકોએ અનેક કોમેન્ટ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, "આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે પણ માત્ર સ્ક્રિપ્ટ પર કામ કરજો, પ્લીઝ લવ સ્ટોરી નહીં.  કોઈએ લખ્યું છે પાર્ટ 2 માં કોઈ પેશન રાખજો, આ વખતે ડાયલોગ બગાડતા નથી. કોઈએ લખ્યું છે કે પાર્ટ 1 ખોટો સમયે રિલીઝ થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news