હવે રાખી સાવંત બોલી કાસ્ટિંગ કાઉચ વિશે, કર્યું વિસ્ફોટક નિવેદન
આઇટમ ગર્લ રાખી સાવંત પોતાના બિન્ધાસ્ત નિવેદન માટે કુખ્યાત છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડની લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાને કાસ્ટિંગ કાઉચ મામલે આપેલા નિવેદન પછી આ મામલે હજી ચર્ચા ચાલુ જ છે. હાલમાં આ મામલે બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતે વિસ્ફોટક નિવેદન આપ્યું છે. રાખી સાવંતે હવે સરોજ ખાનના નિવેદનને યોગ્ય ગણાવીને કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેપ નથી થતો અને બધું પરસ્પરની મરજીથી થાય છે. સરોજ ખાને કહ્યું હતું કે કાસ્ટિંગ કાઉચ તો બાબા આદમના સમયથી ચાલે છે. જોકે પછી તેણે પોતાના નિવેદન વિશે માફી માગી લીધી હતી.
એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂમાં રાખી સાવંતે કહ્યું છે કે બોલિવૂડમાં લોકો કાસ્ટિંગ કાઉચ વિશે સાચું નથી બોલતા. રાખી સાવંતે કહ્યું છે કે અનેક નવી છોકરીઓ કરિયર માટે સમાધાન કરી લે છે. આજકાલ તો છોકરીઓ પણ કહે છે કે કંઈ પણ કરીને મને કામ આપો. હવે આમાં પ્રોડ્યુસરનો શું વાંક?
રાખીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે ''હું જ્યારે સ્ટ્રગલર હતી ત્યારે મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. જોકે દરેક પ્રો્ડ્યુસ કે ડિરેક્ટર આના માટે દોષી નથી. ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં માત્ર છોકરીઓ જ ભોગ નથી બનતી પણ છોકરાઓએ પણ આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી મારી પાસે પ્રતિભા હતી એટલે મારે હાર નથી માનવી પડી. મારી તમામ સ્ટ્રગલર્સને સલાહ છે કે ધીરજ જાળવી રાખો અને શોર્ટકટના મોહમાં ન પડો.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે