નીતૂ બનાવતી હતી ભિંડી, રીના રોય પરાઠા અને રાજેશ ખન્ના પી જતા હતા 1-2 બોટલ

Bollywood Secrets: 70-80 ના દાયકામાં બોલીવુડમાં ખૂબ પાર્ટીઓ થતી હતી. આ પાર્ટીઓ મોટાભાગે રણજીતના ઘરે થતી હતી. જ્યાં ઘણા ફિલ્મ સ્ટાર આવીને એક્ટરના ઘરે ભોજન બનાવતા હતા. એક્ટરે પોતાના તાજેતરના ઇન્ટરવ્યું ઘણા ખુલાસા કર્યા છે. 
 

નીતૂ બનાવતી હતી ભિંડી, રીના રોય પરાઠા અને રાજેશ ખન્ના પી જતા હતા 1-2 બોટલ

Ranjeet on Bollywood Parties in 70s and 80s: બોલીવુડના ખૂંખાર વિલન રણજીતે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન ફિલ્મ ઇંડ્સ્ટ્રીના ઘણા રાજ ખોલ્યા. આ દરમિયાન એક્ટરે 70 અને 80 ના દાયકામાં બોલીવુડ પાર્ટીને લઇને પણ વાત કરી. રણજીતે જણાવ્યું કે કેવી રીતે તેમના ખાલી ફ્લેટ પર સેલેબ્સ લેટ નાઇટ પાર્ટી કરતા હતા અને પોતાના હાથે ખાવાનું બનાવતા હતા. 

રણજીતના ઘરે થતી હતી લેટ નાઇટ પાર્ટી
'પ્રેમ પ્રતિજ્ઞા', 'કારનામા', 'હમ સે હૈ જમાના', 'દુલારા', 'રેશમા ઔર શેરા', 'શર્મીલી' અને 'હાઉસફૂલ 4' જેવી ફિલ્મો કરી ચૂકેલી 82 વર્ષના રણજીતે ન્યૂઝ એજન્સી એએનઆઇને તાજેતરમાં જ ઇન્ટરવ્યું આપ્યો. આ દરમિયાન એક્ટરે પોતાના ઘરે થનારી પાર્ટીને લઇને ઘણી વાતો જણાવી. એક્ટરે કહ્યું કે 'મારા પેરેન્ટ્સ તે સમયે દિલ્હીમાં રહેતા હતા અને હું મુંબઇમાં જુહુ વિસ્તારમાં રહેતો હતો. એટલા મઍટે બધા લોકો મારા ઘરે આવી જતા હતા. અમારા લોકો વચ્ચે કોઇપણ પ્રકારની ફોર્માલિટી ન હતી.' 

કોણ કયું ભોજન બનાવતું હતું? 
રણજીતે આગળ કહ્યું- 'રીના રોય પરાઠા બનાવતી હતી, પરવીન બોબી ડ્રિંક્સ, મૌસમી ચેટર્જી ફિશ, નીતૂ કપૂર ભિંડી... મારા ઘરે મોટાભગે સાંજે આ પ્રકારનો માહોલ રહેતો હતો. રાજેશ ખન્ના આ પાર્ટીમાં આવતા હતા અને લગભગ એક બે બોટલ પી જતા હતા. મરા ઘરમાં ઘણી જગ્યા હતી અને ઘણો સ્ટોક પણ હતો તો બધુ સરળતાથી સુઇ જવાતું હતું. 

500 થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
રણજીતે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ વાત છે કે એક્ટરે ના ફક્ત ફિલ્મોમાં ખૂબ નામ કમાયું છે પરંતુ પોતાનું નસીબ ટીવી અને પંજાબી શોમાં પણ અજમાવ્યું. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રણજીતનું અસલી નામ ગોપાલ બેદી છે. ગોપાલ બેદીને રણજીત નામ સુનીલદત્તે આપ્યું હતું. એક પાર્ટીમાં રણજીતની સુનીલ દત્ત સાથે મુલાકાત થઇ અને તેમણે પોતની ફિલ્મ 'રેશમા ઔર શેરા' માં તેમણે કામ કરવાની તક આપી. ત્યારબાદ રણજીત જોતજોતાં બોલીવુડૅના ખૂંખાર વિલન બની ગયા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news