Prithvi Shaw: પૃથ્વી શોનું પુરૂ થયું સપનું.. મુંબઇમાં ખરીદ્યું આલીશાન સી ફેસિંગ હાઉસ, કરોડોમાં છે કિંમત

Prithvi Shaw New House: આઇપીએલ 2024 માં દિલ્હી કેપિટલ્સની ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. તેણે 5 મેચમાં ફક્ત 1 જીત મળી છે. દિલ્હી કેપિટલ્સને 4 હારનો સામનો કરવો પડ્યો છે. તેના માટે આ સીઝનમાં પૃથ્વી શોએ ત્રણ મેચ રમી છે. આ યુવા બેટ્સમેને મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ 66 રનની ઇનિંગ રમીને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે. ટૂર્નામેન્ટ વચ્ચે તેમણે પોતાના ફેન્સને એક મોટા સમાચાર આપ્યા છે. 

પૃથ્વીએ બાંદ્રા લીધું ઘર

1/5
image

ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા પૃથ્વીએ મુંબઇના બાંદ્રામાં ઘર લીધું છે. તેમણે ઇંસ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે. પૃથ્વીએ જણાવ્યું કે તેમનું સપનું પુરૂ થઇ ગયું છે. તેમના હાથમાં ઘરની ચાવી આવી ગઇ છે. 

પૃથ્વીએ શું લખ્યું?

2/5
image

પૃથ્વીએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું 'આ પલ વિશે સપના જોવાથી માંડીને તેને જીવવા સુધીની યાત્રા અવાસ્તવિક રહી છે. સ્વર્ગનો પોતાનો ટુકડો મેળવીને હું ખૂબ આભારી છું. સારા દિવસો આવવા દો.'

પોશ વિસ્તારમાં ઘર

3/5
image

પૃથ્વીનું ઘર મુંબઈના પોશ વિસ્તારમાં છે. તેણે સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. મુંબઈમાં આવું ઘર બનાવવું દરેકનું સપનું હોય છે. પૃથ્વીએ 2018માં ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. તે અત્યાર સુધી આઈપીએલમાં માત્ર દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો છે.

પૃથ્વીનું IPLમાં પ્રદર્શન

4/5
image

પૃથ્વી શો IPLમાં અત્યાર સુધી 74 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1813 રન બનાવ્યા છે. તેની એવરેજ 24.5 અને સ્ટ્રાઈક રેટ 146.68 છે. પૃથ્વીએ 14 અડધી સદી ફટકારી છે.

પૃથ્વીનું કેરિયર

5/5
image

પૃથ્વી શોએ ભારત માટે પ્રથમ ટેસ્ટ 2018માં રમી હતી. 2021 માં તેમણે વનડે અને ટી20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે ગત ઇન્ટરનેશનલ મેચ 23 જુલાઇ 2021 માં રમી હતી. તે શ્રીલંકા વિરૂદ્ધ વનડે મુકાબલો હતો. ત્યારબાદ પૃથ્વીની નેશનલ ટીમમાં વાપસી થઇ શકી નથી. પૃથ્વીના નામે 5 ટેસ્ટમાં 339 રન છે.  તેમની એવરેજ 42.38 ની છે. પૃથ્વીએ 1 સદી ફટકારી છે. વનડેમાં તેમને 6 મેચોમાં 189 રન બનાવ્યા છે. 1 ટી20 માં તેમનું ખાતું ખુલ્યું નથી.