આ છે તે શખ્સ, જેના 2 મીનિટના Videoથી રાનૂ મંડલ બની ગઇ STAR

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ છવાયો છે. આ વીડિયો છે રાનૂ મંડલનો, જે હવે હિમેશ રેશમિયા સાથે એક ફિલ્મનું ટાઇટલ ટ્રેક સોન્ગ ગાઇ રહી છે. રાનૂ મારિયા મંડલ તે જ વ્યક્તિ છે જેને થોડા સમય પહેલા એક વીડિયોમાં પ્લેટફોર્મ પર લતા મંગેશ્કરનું ગીત ગાતા સાંભળી હતી

આ છે તે શખ્સ, જેના 2 મીનિટના Videoથી રાનૂ મંડલ બની ગઇ STAR

નવી દિલ્હી: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ છવાયો છે. આ વીડિયો છે રાનૂ મંડલનો, જે હવે હિમેશ રેશમિયા સાથે એક ફિલ્મનું ટાઇટલ ટ્રેક સોન્ગ ગાઇ રહી છે. રાનૂ મારિયા મંડલ તે જ વ્યક્તિ છે જેને થોડા સમય પહેલા એક વીડિયોમાં પ્લેટફોર્મ પર લતા મંગેશ્કરનું ગીત ગાતા સાંભળી હતી. તેનો અવાજ અને સુર એટલો સુંદર હતો કે દરેક વ્યક્તિએ તેની પ્રશંસા કરી અને હેવા તે રાતો-રાત એક સ્ટાર બની ગઇ છે. પરંતુ આજે આ સમાચાર રાનૂ વિશે નથી, પરંતુ તે શખ્સના છે, જેના માત્ર 2 મીનિટના વીડિયોએ રાનૂનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે.

પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર ગીત ગાતી રાનૂ મંડલને વીડિયોમાં કદ કરનાર આ શખ્સનું નામ છે અતીંદ્ર ચક્રવર્તી. જે વ્યવસાયે એક સમાજ સેવક છે. અતીંદ્ર તે જ વ્યક્તિ છે જેણે પ્લેટફોર્મ પર રાનૂને ગીત ગાતા જોઇ તેનો વીડિયો બનાવ્યો હતો. અતીંદ્ર તેના મિત્ર સાથે આવ્યો હતો અને તેને રાનૂનું ગીત ઘણું પસંદ આવ્યું હતું. તેણે સૌથી પહેલા રાનૂનો આ વીડિયો બનાવી ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. જો કે, અતીંદ્રને કદાચ અંદાજો પણ ન હતો કે, તેના આ પ્રયત્નથી રાનૂના જીવનની સફર આ પ્રકારે બદલાઇ જશે. રાનૂ જ્યાં પણ જાય છે અતીંદ્ર તેની સાથે જ જોવા મળે છે.

હિમેશ રેશમિયાએ કરાવી બોલીવુડમાં એન્ટ્રી
ગત ગુરુવારે લોકો ત્યારે ચોંકી ઉઠ્યા હતા જ્યારે રાનૂ મારિયા મંડલની બોલીવુડમાં એન્ટ્રીના સમાચાર આવ્યા હતા. આ વાતની જાણકારી હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી હતી. હિમેશ રેશમિયાએ ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રાનૂ હિમેશની સાથે સ્ટૂડિયોમાં એક ગીત રેકોર્ડ કરતી જોવા મળી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news