જાણો, વિકી કૌશલની ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક જોઈને શું બોલ્યા ઋૃષિ કપૂર

હાલમાં અભિનેતા વિકી કૌશલની ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થઈ છે. ફિલ્મની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે. આ લોકોમાં હવે બોલીવુડના અભિનેતા ઋૃષિ કપૂરનું નામ પણ જોડાઇ ગયું છે. 
 

જાણો, વિકી કૌશલની ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક જોઈને શું બોલ્યા ઋૃષિ કપૂર

નવી દિલ્હીઃ બોલીવુડમાં આ વર્ષની શરૂઆત ઘણી સારી ફિલ્મોથી થઈ છે. ખાસ કરીને આ સમયે વિકી કૌશલ સ્ટારર ફિલ્મ Uri: The Surgical Strikeની ચર્ચા દરેક જગ્યાએ છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ દર્શકોને પણ ખુબ પસંદ આવી રહી છે. હાલમાં બોલીવુડ અભિનેતા ઋૃષિ કપૂરે આ ફિલ્મ ન્યૂયોર્કમાં જોઈ છે. 

અન્ય લોકોની જેમ ઋૃષિ કપૂરને પણ આ ફિલ્મ પસંદ આવી છે. ફિલ્મ જોયા બાદ ઋૃષિ કપૂરે ટ્વીટ કરતા લખ્યું, ઉરી જોઈ. શાનદાર ફિલ્મ છે. લગભગમાં ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ. ફિલ્મ પાકિસ્તાન વિરુદ્ધ નહીં પરંતુ તે આતંકવાદીઓ વિરુદ્ધ છે જેને અમારા વિરુદ્ધ ટ્રેનિંગ આપવામાં આવે છે. ખૂબ સુંદર, આશા છે કે આ આંખ ખોલનારી સાબિત થશે. 

— Rishi Kapoor (@chintskap) January 19, 2019

મહત્વનું છે કે, બોલીવુડના સીનિયર અભિનેતા ઋૃષિ કપૂર આ સમયે પોતાની સારવાર ન્યૂયોર્કમાં કરાવી રહ્યાં છે. જેથી તેઓ પોતાની માતા કૃષ્ણા રાજ કપૂરના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઈ શક્યા નહતા. હાલમાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે અને આશા છે કે ઝડપથી સ્વસ્થ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news