સૈફ અને કરીનાના અંગત જાતીય જીવનની મોટી વાત લિક !

બોલિવૂડ જગતમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની જોડીને સૌથી સફળ જોડી માનવામાં આવે છે

સૈફ અને કરીનાના અંગત જાતીય જીવનની મોટી વાત લિક !

મુંબઈ : બોલિવૂડ જગતમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની જોડીને સૌથી સફળ જોડી માનવામાં આવે છે. બન્ને સાથે જોઈને લાગે કે બન્ને એકબીજા માટે જ બનેલા છે. ઓક્ટોબર 2012માં બન્નેએ લાંબા અફેર પછી લગ્ન કરી લીધા હતા. હવે સૈફે લગ્નના 6 વર્ષ પછી જે ખુલાસો કર્યો છે તે સૌ કોઈને ચોંકાવી દેનારો છે. બોલિવૂડના નવાબના નામે જાણીતા સૈફ અલી ખાને કહ્યું છે કે, તેની પત્ની કરીના કપૂર હવે તેને કિસ નથી કરવા દેતી. જોકે, લોકોએ આ વાતને મજાક બનાવવાનું શરુ કર્યું છે, પણ આ હકીકત છે.

સૈફે પોતાની અંગત વાતને લોકો સમક્ષ મૂકીને કહ્યું છે કે, તે વેબ સીરિઝ માટે દાઢી વધારી રહ્યો હતો. જેના કારણે કરીનાને કિસ કરતી વખતે વાળ ખૂંચતા હતા. સૈફે જણાવ્યું કે, પત્ની કરીના કપૂર જ નહીં પણ દીકરો તૈમુર પણ તેના ચહેરા પર કિસ નહોતો કરતો. સૈફના જણાવ્યા પ્રમાણે તૈમૂર સૈફના હાથ પર કિસ કરતો હતો. કિસ કરવા માટે તૈમૂર સૈફના ગાલ સુધી આવતો હતો અને પછી પાછો જતો રહેતો હતો.

નોંધનીય છે કે હાલમાં કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે અને સૈફ અલી ખાન બહુ જલ્દી બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે. કરીના અને સૈફનો દીકરો તૈમુર ફેવરિટ સ્ટારકિડ છે. તેની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. હાલમાં ઝી ટીવીના ટોક શો 'સ્ટારી નાઇટ્સ'માં વાત કરતી વખતે કરીનાએ કહ્યું કે તે તેનો પરિવાર વધારવાનું પ્લાનિંગ કરી રહી છે અને આગામી બે વર્ષમાં તેનો માતા બનવાનો ઇરાદો છે. કરીનાનો ઇરાદો જાણીને મજાકના સૂરમાં અમૃતા અરોરાએ કહ્યું કે જો કરીના બાળકનું પ્લાનિંગ કરશે તો તે તો દેશ છોડીને જ જતી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news