જોધપુર જેલમાં સલમાન કઈંક એવું બોલ્યો, જેલરે 'દબંગ'ની બોલતી બંધ કરી દીધી

પહેલા દિવસે સલમાન ખાને જેલના અધિક્ષક સાથે દોઢ કલાક વાત કરતા પોતાના પહેલા અનુભવો વિશે વાત કરી હતી.

જોધપુર જેલમાં સલમાન કઈંક એવું બોલ્યો, જેલરે 'દબંગ'ની બોલતી બંધ કરી દીધી

નવી દિલ્હી: ચર્ચિત કાળિયારના શિકાર કેસમાં 20 વર્ષ બાદ 5 એપ્રિલના રોજ ચુકાદો આવ્યો. બોલિવૂડના ચાર કલાકારોનો આ કેસમાં છૂટકારો થયો જ્યારે મુખ્ય આરોપી સલમાન ખાનને દોષિત ઠેરવતા કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. સલમાન ખાનની જામીન અરજી પર પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને હવે તે શનિવારે ખબર પડશે કે સલમાનને જામીન મળશે કે નહીં. કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ગુરુવારે સલમાન ખાનને તરત જેલમાં મોકલી દેવાયો હતો. સલમાન ખાનની પહેલી રાત ખુબ જ બેચેનીમાં પસાર થઈ હતી. સલમાન ખાનને બેરેક નંબર 2માં આશારામ સાથે રાખવામાં આવ્યો છે. સલમાને જેલના કપડાં અને ભોજનનની પણ ચોક્ખી ના પાડી દીધી છે.

સલમાન ખાન આ પહેલીવાર જેલમાં ગયો  તેવું નથી. આ અગાઉ પણ સલમાન જોધપુરની સેન્ટ્રલ જેલમાં 18 દિવસ રહી ચૂક્યો છે. પોતાના જેલના અનુભવો અંગે ડીએનએ સાથે વાત કરતા સલમાને કહ્યું હતું કે જેલ ખુબ ખરાબ જગ્યા છે. અહીંના 70 ટકા કેદીઓ નિર્દોષ હોય છે. સલમાન ખાને જણાવ્યું હતું કે કેવી રીતે ગંદા ટોઈલેટ અને એક જ બેરેકમાં 9-10 લોકો સાથે રહેવું પડ્યું હતું.

સલમાન અને જેલર વચ્ચે થઈ દોઢ કલાક વાતચીત
હાલ જામીન અરજી પર ચુકાદો ન આવવાના કારણે સલમાન ખાને વધુ એક દિવસ જોધપુરની સેન્ટ્રલ જેલમાં રહેવું પડશે. આ દરમિયાન પત્રિકામાં ચાલી રહેલા અહેવાલ મુજબ પહેલા દિવસે સલમાન ખાને જેલના અધિક્ષક સાથે દોઢ કલાક વાત કરતા પોતાના પહેલા અનુભવો વિશે વાત કરી હતી. જેલર સાથે વાત કરતા સલમાન ખાને કહ્યું કે સર મારા માટે આ જગ્યા જાણીતી છે. હું પહેલા પણ અહીં આવી ચૂક્યો છું. પરંતુ ત્યારે તમે નહતાં. અહીં અનેક ફેરફાર થયા છે પરંતુ ગણી બધી વસ્તુ પહેલા જેવી જ છે. સલમાને જે કહ્યું તેના જવાબમાં જેલરે જે જવાબ આપ્યો તે પણ સાંભળવા જેવો છે. જેલરે કહ્યું કે અમે તો ગણુ બધુ બદલી નાખ્યું પરંતુ તમે કેટલાક ફેરફાર લાવવાની વાત કરી હતી, તેવું કશું કર્યુ તો નહીં.

જેલ પહોંચીને સલમાન ખાનનું કહેવું હતું કે જગ્યા ઠીક છે સમય પસાર થઈ જશે. સલમાનને મળવા માટે કેદીઓ ખુબ બેબાકળા બન્યા હતાં પરંતુ સુરક્ષા કારણોસર મળવા દેવાયા નહીં. અત્રે જણાવવાનું કે આજે સેશન્સ કોર્ટે આ મામલે સુનાવણી પૂરી કરી અને ત્યારબાદ તેમણે સીજેએમ કોર્ટમાંથી કેસના રેકોર્ડ મંગાવ્યાં છે. એટલે કે સલમાન ખાને વધુ એક દિવસ જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેદી નંબર 106 બનીને પસાર કરવી પડશે. કોર્ટે સલમાનની જામીન અરજી પરનો ચુકાદો આવતી કાલ પર અનામત રાખ્યો છે. સલમાનના વકીલે કહ્યું કે આ મામલે પ્રત્યક્ષદર્શી વિશ્વશનીય નથી અને સમગ્ર ચુકાદો પરિસ્થિતિજન્ય છે. સુનાવણી દરમિયાન સલમાનના વકીલે દલીલ કરી કે સલમાનને શંકાનો લાભ કેમ ન મળ્યો?

અત્રે જણાવવાનું કે વકીલોએ બે અરજી દાખલ કરી હતી. જેમાંથી એક જામીન અરજી હતી અને બીજી સલમાન ખાનની સજાને રદ કરવા અંગેની હતી. પહેલા બંને પક્ષોએ સજાને રદ કરવા પર દલીલો કરી. ત્યારબાદ જામીન અરજી પર દલીલો કરવામાં આવી. ત્યારબાદ કોર્ટે બંને કેસોમાં ચુકાદા માટે કાલનો દિવસ નક્કી કર્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news