એમ.એસ. યુનિવર્સિટીમાં સળગ્યો નવો વિવાદ

રેન્કિંગમાં પછડાટ માટે અંદરોઅંદરના વિખવાદને જવાબદાર ગણાય છે

એમ.એસ. યુનિવર્સિટીમાં સળગ્યો નવો વિવાદ

રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનો 200માં ક્રમાંક પણ સમાવેશ ન થતા યુનિવર્સિટીનો ખરાબ દેખાવ સામે આવ્યો છે. આ ખરાબ પર્ફોમન્સ માટે ઠીકરું ફોડાયુ છે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પર.

તાજેતર એમ.એસ. યુનિવર્સિટીને માનવ સંશાધન મંત્રાલયે વર્ષ 2018માં નેશનલ ઈન્સ્ટિયૂશનલ રેન્કિંગ ફ્રેમ વર્કમાં ટોપ 200માં પણ સ્થાન આપ્યુ નથી. આ રેન્કિંગમાં પછડાટ માટે અંદરોઅંદરના વિખવાદને જવાબદાર ગણાય છે. હવે આ માટે વાઇસ ચાન્સેલરને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની પણ માગણી કરવામાં આવી રહી છે. 

યુનિવર્સિટીનો રેન્કિંગમાં સમાવેશ ન થતા વાઈસ ચાન્સેલર પરીમલ વ્યાસ નિરાશ થયા છે તેમજ તેમણે સરકારના માનવ સંસાધન મંત્રાલય પર જ સવાલો ઉઠાવ્યા છે. યુનિવર્સિટીમાં જોવા મળતા પ્રોફેસર્સની અસર સીધી જ યુનિવર્સિટીના રેન્કિંગ પર અસર થાય છે. ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો જયારે એમ.એસ. યુનિવર્સિટી દેશમાં ટોપ 10માં હતી પરંતુ સત્તાધીશો અને રાજકારણીઓના પાપે યુનિવર્સિટીનો ટોપ 200માં પણ સમાવેશ ન થતા વિદ્યાર્થીઓ પણ પણ ભારે નિરાશ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news