મમ્મી અમૃતાની આ બે ફિલ્મોની રિમેકમાં કામ કરવા માગે છે સારા, નામ જાણવા કરો ક્લિક...
સારા અલી ખાનને કેદારનાથ તેમજ સિમ્બામાં દર્શકોએ પસંદ કરી છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ડિરેક્ટર અભિષેક કપૂરની કેદારનાથથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી સારા અને રણવીર સિંહની જોડી સિમ્બામાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. આ બંને ફિલ્મોની સફળતાનો સારાને બહુ લાભ મળ્યો છે અને તે મીડિયાની પણ ફેવરિટ બની ગઈ છે.
હાલમાં સારા અલી ખાને બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિનાય સારાએ માહિતી આપી હતી કે તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ચમેલી કી શાદી અને આઇનાની રિમેકમાં કામ કરવા ઇચ્છું છું. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં તેમનું કોમિક ટાઇમિંગ અને માસુમિયત કમાલના હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ લેડી નહોતા પણ આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.
નોંધનીય છે કે રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મ ‘એબીસીડી 3’માં વરુણ ધવન સાથે કેટરીના કૈફ જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ માટે તેણે આ ફિલ્મ છોડી દીધી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સ દ્વારા કેટરીના દ્રારા ફિલ્મ છોડ્યા પછી જેકલીન ફર્નાંડિસ, કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. હવે જાણવા મળી રહ્યું છે કે વરુણ સાથે સારા અલી ખાનને કાસ્ટ કરવામાં આવી રહી છે. ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મમાં નિર્માતા પ્રભુદેવ સિવાય, ધર્મેન્દ્ર યેલાંડે, રાઘવ જુયાલ અને પુનીત પાઠક પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે