શિલ્પા શેટ્ટીએ મેરેજ એનિવર્સરી પર પતિ રાજ કુંદ્રા માટે લખી રોમેન્ટિક પોસ્ટ

Shilpa shetty and raj kundra 11th wedding anniversary: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ  વર્ષ 2009મા બિઝનેસમેન રાજની સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર વિયાન અને એક પુત્રી સમીષા છે. બંન્ને પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. 

શિલ્પા શેટ્ટીએ મેરેજ એનિવર્સરી પર પતિ રાજ કુંદ્રા માટે લખી રોમેન્ટિક પોસ્ટ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા 22 નવેમ્બર એટલે કે રવિવારે પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ પોતાની મેરેજ એનિવર્સરીના અવસરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. શિલ્પાએ વર્ષ 2009મા બિઝનેસમેન રાજની સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર વિયાન અને એક પુત્રી સમીષા છે. 

શિલ્પા શેટ્ટીએ પતિની સાથે શેર કરી તસવીર
શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના પતિ રાજ કુંદ્રાની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું, કોઈ ફિલ્ટર વગરનો પ્રેમ. આ સાચી ડીલ છે. જેમ કે આપણે 11 વર્ષ પૂરા કરી લીધા છે, પરંતુ આજે પણ મારી આંખોની સામે માત્ર તમે વસેલા છો (માત્ર તમે). કેટલીક વસ્તુ ક્યારેય નથી બદલતી.. જે હજું તે આજે પણ છે. વાહ! 11 વર્ષ અને હવે કાઉન્ટ કરી રહી નથી. વર્ષગાંઠ મુબારક, મારાકુકી રાજ કુંદ્રા.

રાજ કુંદ્રાએ શેર કર્યો એનિમેટેડ વીડિયો
રાજ કુંદ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. તેમાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને એક લવરની જેમ દેખાડવામાં આવ્યા છે. આ વીડિયોની સાથે તેમણે લખ્યું, 'હું તને પ્રેમ કરુ છું અને હંમેશા કરતો રહીશ. મરવા સુધી તને પ્રેમ કરતો રહીશ શિલ્પા શેટ્ટી, અને ત્યારબાદ પણ જિંદગી છે તો પણ હું તને પ્રેમ કરીશ. વર્ષગાંઠ મુબારક મારી ડાર્લિંગ.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kundra (@rajkundra9)

શિલ્પા શેટ્ટીની આવનારી ફિલ્મો
વર્કફંટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ફિલ્મ 'નિકમ્મા'માં જોવા મળશે. તેમાં તેની સાથે અભિમન્યુ દાસાની પણ હશે. તેના ખાતામાં 'હંગામા 2' પણ છે. આ મુવીમાં તેની સાથે પરેશ રાવલ અને મીઝાન જાફરી હશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news