કરીનાએ સુપરસ્ટાર અજયને કિસ કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ના, 6 વર્ષ પછી સામે આવ્યું મોટું કારણ 

હાલમાં કરીના અને અજય પોતપોતાના કામમાં વ્યસ્ત છે

કરીનાએ સુપરસ્ટાર અજયને કિસ કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ના, 6 વર્ષ પછી સામે આવ્યું મોટું કારણ 

મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર અજય દેવગન હાલમાં અનેક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં અજયની ટોટલ ધમાલ રિલીઝ થઈ છે અને બહુ જલ્દી તાનાજી રિલીઝ થઈ રહી છે. જોકે હાલમાં અજય અને કરીના કપૂર ખાન સાથે સંકળાયેલા એક સમાચાર જાહેર થયા છે. હકીકતમાં અજય-કરીનાની જોડી અનેકવાર પડદા પર સાથે જોવા મળી છે. આ જોડીએ ઓમકારા, સત્યાગ્રહ અને ગોલમાલ સિરીઝ જેવી અનેક હિટ ફિલ્મો આપી છે. સમાચાર પ્રમાણે સત્યાગ્રહ વખતે કરીનાએ અજયને ઓનસ્ક્રિન કિસ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

હકીકતમાં ફિલ્મ સત્યાગ્રહમાં કરીના અને અજય વચ્ચે એક લિપ લોક સીન હતો પણ કિસિંગ પોલીસીને ફોલો કરીને કરીનાએ આ સીન શૂટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કોસ્મોપોલિટન મેગેઝિન અને આઇબીટાઇમ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કરીનાએ છેલ્લી ઘડીએ ફિલ્મમાં કિસિંગ સીન કરવાની ના પાડી દીધી હતી. હકીકતમાં કરીનાના લગ્ન 2012માં સૈફ અલી ખાન સાથે થવાના હતા અને સત્યાગ્રહ 2013માં રિલીઝ થવાની હતી. તે નહોતી ઇચ્છતી કે લગ્ન પછીની કોઈ ફિલ્મમાં તેનો ઓનસ્ક્રિન કિસિંગ સીન હોય આ કારણે જ કરીનાએ અજયને ઓનસ્ક્રિન કિસ કરવાની ના પાડી દીધી હતી. 

કરીનાએ ભૂતકાળમાં અનેકવાર ઓનસ્ક્રિન કિસિંગ સીન કર્યા છે. કરીના અને શાહિદનો જબ વી મેટનો કિસિંગ સીન ફેમસ છે. કમબખ્ત ઇશ્કમાં તો કરીના અને અક્ષયના 10 કરતા વધારે કિસિંગ સીન હતા. કરીના અને અક્ષય હવે બહુ જલ્દી ગુડ ન્યૂઝમાં જોવા મળશે. આ સિવાય કરીનાની આગામી ફિલ્મમાં તખ્તનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news