Sidharth Shukla એ તોડી હતી SidNaaz ની જોડી, કપલે જીત્યું હતું લાખો લોકોનું દિલ

'બિગ બોસ 13' વિજેતા અને ટીવીના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) અચાનક નિધનના સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. 40 વર્ષની વયે સિદ્ધાર્થનું અવસાન થયું છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

Sidharth Shukla એ તોડી હતી SidNaaz ની જોડી, કપલે જીત્યું હતું લાખો લોકોનું દિલ

નવી દિલ્લીઃ 'બિગ બોસ 13' વિજેતા અને ટીવીના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) અચાનક નિધનના સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. 40 વર્ષની વયે સિદ્ધાર્થનું અવસાન થયું છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ મૃત્યુ પછી, સૌ પ્રથમ લોકોના મનમાં સૌથી પહેલા જેનો વિચાર આવી રહ્યો હોય તો તે છે તેમની ચર્ચિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ (Shehnaaz Gill). 'બિગ બોસ 13' પછી આ જોડી સૌથી વધુ પસંદ કરાયેલા કપલમાંથી એક હતી. પરંતુ હવે સિદ્ધાર્થ અને શહનાઝ સાથે નહોતા.

 

 

શેહનાઝ અને સિદ્ધાર્થની મુલાકાત:
શહેનાઝ ગિલ (Shehnaaz Gill) અને સિદ્ધાર્થ શુક્લાની (Sidharth Shukla) મુલાકાત 'બિગ બોસ 13'માં (Bigg Boss 13) થઈ હતી. જેના વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ ઘણી વખત વ્યક્ત કર્યો હતો. પરંતુ તેઓએ પોતાના સંબંધો અંગે ક્યારેય સત્તાવાર જાહેરાત નહોતી કરી.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @sidnaazkipyaariduniya_6

 

બંનેના લગ્નની હતી અટકળો:
લોકો આતુરતાથી સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના લગ્નની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. જેના કારણે ઘણી વખત તેના ચાહકો શહનાઝના ગળામાં મંગળસૂત્રની તસવીરો અને માંગમાં સિંદૂર લગાવેલી તસ્વીરો વાયરલ કરતા હતા. નકલી તસવીરો પર સવાલ પૂછવામાં આવતા ત્યારે સિદ્ધાર્થ હસતા હસતા વાત કાપી દેતો હતો.

 

આવી રીતે કરી હતી કરિયરની શરૂઆત:
બાલિકા વધૂમાં શિવના પાત્રથી લોકપ્રિય બનેલા સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. તે 'ખતરોં કે ખિલાડી' અને 'ઝલક દિખલાજા' જેવા શોના વિજેતા પણ હતા.

 

હાલ સિદ્ધાર્થ શુક્લાના અચાનક આ પ્રકારે મોતના સમાચાર મળવાથી તેના પરિવારની સાથો-સાથ તેના લાખો ચાહકો પણ ગમગીન થઈ ગયા છે. એકબાદ એક અભિનેતાઓ અને અભિનેત્રીઓ તેમજ બોલીવુડના મેમ્બર્સ પણ અચંભામાં મુકાઈ ગયા છે. કોઈ માનવા તૈયાર નથી કે સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી રહ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news