ગુજરાત અને મુંબઇએ ફરી એકવાર સાબિત કર્યું કે એમને પ્રિય છે 'સિંઘમ'

રણવીર સિંહની લેટેસ્ટ રિલીઝ સિમ્બા તેની અત્યાર સુધીની સૌથી મોટી સોલો હિટ પુરવાર થઈ છે

ગુજરાત અને મુંબઇએ ફરી એકવાર સાબિત કર્યું કે એમને પ્રિય છે 'સિંઘમ'

મુંબઈ : રણવીર સિંહની લેટેસ્ટ રિલીઝ સિમ્બા તેની અત્યાર સુધીની સૌથી મોટી સોલો હિટ પુરવાર થઈ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે રોહિત શેટ્ટીની ફિલ્મે વીકેન્ડમાં 75 કરોડની અધધ કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના એસ્ટિમેટ મુજબ પહેલા વીકેન્ડમાં 75 કરોડ કમાઈ હતી. રોહિત શેટ્ટીની ફિલ્મ રવિવારે 31 કરોડ કમાઈ હતી. શુક્રવારે તેનું કલેક્શન 20.72 કરોડ હતુ, શનિવારે 23 કરોડ હતુ અને રવિવારે ફિલ્મે રેકોર્ડ બ્રેક 31 કરોડનું કલેક્શન મેળવ્યું હતું.

રિપોર્ટ અનુસાર ફિલ્મે ગુજરાત અને મુંબઈમાં ઘણુ સારુ પરફોર્મ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ફિલ્મ સારુ પ્રદર્શન કરી રહી છે. યુ.એસ અને કેનેડામાં ફિલ્મે પહેલા વીકેન્ડમાં $1.7 મિલિયન (રૂ. 11 કરોડ)ની કમાણી કરી હતી. આ આંકડાઓના આધારે ફિલ્મે ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ રણવીર સિંહની સૌથી મોટી સોલો હિટ ફિલ્મ છે. રણવીરે ફિલ્મનો સમગ્ર ભાર તેના ખભે ઊંચક્યો છે. રણવીરે અગાઉ દીપિકા પાદુકોણ સાથે મળીને રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો આપી છે જે ઈન્ડિયામાં 112 કરોડ, 183 કરોડ અને 282 કરોડ કમાઈ હતી. ગલ્ફ કન્ટ્રીથી આવી રહેલા રિવ્યુઝમાં સારા અલી ખાનના પણ વખાણ થઈ રહ્યા છે. 'સિમ્બા'માં પોતાની એક્ટિંગથી સારા અલી ખાને બધાને પ્રભાવિત કર્યા છે. આ સંજોગોમાં કહી શકાય કે સૈફ અને અમૃતાની દીકરી 2018ની સૌથી મોટી શોધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news