Video: રિલીજ થયું 'સ્ત્રી'નું મજેદાર ગીત, સાંભળતાં જ ઝૂમવા લાગશો તમે

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'સ્ત્રી'નું પ્રથમ ગીત આજે રિલીજ થઇ ગયું છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે, પરંતુ આ પહેલાં ગીતમાં ફિલ્મના લગભગ બધા મહત્વપૂર્ણ પાત્રો મજેદાર ધૂન પર નાચતાં જોવા મળી રહ્યા છે. સિંગર મીકા સિંહના અવાજમાં રિલીજ થયેલ 'મિલેગી મિલેગી' મજેદાર ગીત છે અને આ ડાંસિંગ નંબર પર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર જોરદાર અંદાજમાં નાચતાં જોવા મળી રહ્યા છે. 

Video: રિલીજ થયું 'સ્ત્રી'નું મજેદાર ગીત, સાંભળતાં જ ઝૂમવા લાગશો તમે

નવી દિલ્હી: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'સ્ત્રી'નું પ્રથમ ગીત આજે રિલીજ થઇ ગયું છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે, પરંતુ આ પહેલાં ગીતમાં ફિલ્મના લગભગ બધા મહત્વપૂર્ણ પાત્રો મજેદાર ધૂન પર નાચતાં જોવા મળી રહ્યા છે. સિંગર મીકા સિંહના અવાજમાં રિલીજ થયેલ 'મિલેગી મિલેગી' મજેદાર ગીત છે અને આ ડાંસિંગ નંબર પર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર જોરદાર અંદાજમાં નાચતાં જોવા મળી રહ્યા છે. 

ગીતની શરૂઆતમાં પંકજ ત્રિપાઠી પણ નજરે પડે છે, પરંતુ આ ગીતનો અંત વધુ મજેદાર છે, જેમાં બધા એક્ટર્સ સ્ત્રી બનીને નાચતાં જોવા મળી રહ્યા છે. એક દિવસ પહેલાં આ ગીતનું ટીઝર રિલીજ કરવામાં આવ્યું હતું. આ ગીતને મીકા સિંહ અને સચિન જિગરે ગાયું છે. સચિન-જિગરે જ આ ગીતને સંગીત આપ્યું છે. ગીતમાં મજેદાર મિસ્ટ્રી પણ છે. તમે પણ જુઓ સ્ત્રીનું આ પ્રથમ ગીત. 

તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં જ આ ફિલ્મનું 'ટ્રેલર' રિલીજ થયું હતું. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. ફિલ્મમાં રાજકુમાર રાવની કોમિક ટાઇમિંગ જોવા લાયક છે. આ ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રિલીજ થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news