The Big Bull teaser out: 'ધ બિગ બુલ' નું ટીઝર થયું રિલીઝ, 'મધર ઓફ ઓલ સ્કેમ્સ'

ગુજ્જુ અભિનેતા પ્રતિક ગાંધી જે ભૂમિકા ભજવીને લોકપ્રિયતાના શિખરને આંબી ગયો તે જ હર્ષદ મહેતાની ભૂમિકામાં હવે અભિષેક બચ્ચન જોવા મળશે. 

The Big Bull teaser out: 'ધ બિગ બુલ' નું ટીઝર થયું રિલીઝ, 'મધર ઓફ ઓલ સ્કેમ્સ'

મુંબઈ: અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સ્ટારર ફિલ્મ ધ બિગ બુલનું ટીઝર આજે રિલીઝ થયું. એક નજરમાં આ ટીઝર રસપ્રદ લાગી રહ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગણે ટીઝર રિલીઝ કરતી વખતે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ધ બિગ બુલનું ટ્રેલર 19 માર્ચના રોજ ડિઝની  પ્લસ VIP અને ડિઝની પ્લસ હોટસ્ટાર મલ્ટીપ્લેક્સ પર રિલીઝ કરાશે. 

છોટે ઘરો મે પેદા હોને વાલો કો અક્સર બડે સપને દેખને સે મના કરતી હૈ દુનિયા....ઈસ લિયે ઉસને અપની દુનિયા ખડી કર દી...ધ બિગ બુલ...મધર ઓફ ઓલ સ્કેમ્સ....ફિલ્મના ટીઝરની શરૂઆત અજય દેવગણના આ દમદાર વોઈસથી થાય છે. ટીઝરમાં અભિષેક બચ્ચનની હળવી ઝલક જોવા મળે છે. ટીઝર જોઈને કહાનીનો અંદાજો લગાવી શકાય છે કે તે કોઈ નાના ઘરમાં જન્મેલી વ્યક્તિની કહાની છે. જે બાદમાં મોટી હસ્તી બને છે. રિયલ એસ્ટેટની કહાની જણાવતી આ ફિલ્મમાં આખરે શું રસપ્રદ છે તે તો ફિલ્મ આવ્યા બાદ જ ખબર પડશે. 

— Ajay Devgn (@ajaydevgn) March 16, 2021

ક્રાઈમ ડ્રામા ફિલ્મમાં અભિષેકની ભૂમિકા
ટીઝર અગાઉ ફિલ્મના અભિષેક બચ્ચન અને ઈલિયાના ડીક્રૂઝનો ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટરમાં ઈલિયાના ખુબ સિરીયસ જોવા મળી હતી. તેનો આ લૂક લોકોને ખુબ પસંદ પડ્યો હતો. આ એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન કૂકી ગુલાટીએ કર્યું છે. ધ બિગ બુલ 1992 માં થયેલા ભારતીય સ્ટોક માર્કેટના અત્યાર સુધીના સૌથી મોટા સ્કેમ પર બેસ્ડ હોવાનું કહેવાય છે. ફિલ્મની કહાની સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની જિંદગી, 1980 થી 1990 વચ્ચે તેમના ફાઈનાન્શિયલ ક્રાઈમ પર આધારિત હશે. ફિલ્મમાં અભિષેક બચ્ચન હર્ષદ મહેતાની ભૂમિકામાં જોવા મળશે. 

— Subhrangsu Dutta (@SubhrangsuD) March 16, 2021

ફિલ્મના આ છે મુખ્ય કલાકારો
ફિલ્મ ધ બિગ બુલમાં અભિષેક બચ્ચન, ઈલિયાના ડિક્રૂઝ, ઉપરાંત સોહમ શાહ, નિખિલ દત્તા, વરુણ શર્મા, ચંકી પાંડે, કુમુદ મિશ્રા, અને લેખા પ્રજાપતિ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને અજય દેવગણે આનંદ પંડિત, વિક્રાંત શર્મા અને કુમાર મંગત પાઠક સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 8 એપ્રિલના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news