ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશે

Cyclone Alert By Ambalal Patel : ગુજરાતમાં 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ....26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા....પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે ફૂંકાશે પવન....ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડી શકે વરસાદ

ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશે

Gujarat Weather Forecast : ગુજરાતના વાવાઝોડા સાથે લેણું છે. 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે વાવાઝોડા ગુજરાતમાં અવારનવાર ટકરાતા હોય છે. ગુજરાતમાં બે વર્ષ પહેલા આવેલા તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તૌકતે જેવું વાવાઝોડું આવી રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે. 

ઓમાન તરફ નહિ ફંટાય તો નુકસાની વેરશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે.

આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ 
અંબાલાલ પટેલે આકરી ગરમી વિશે આગાહી કરતા કહ્યું કે, રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીથી રાહત નહી મળે. હાલ તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે. જોકે, આ રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે.

રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ પણ વધી જશે. આવામાં પાણી વધુ શોષાતા જો પીયતની સુવિધા હોય તો જ પાક લેવો. 

આઈએમડીએ પણ કહ્યું કે, આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે. 

મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો 
આઈએમડીએ પણ કહ્યું કે, 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે. પરંતું આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે.

જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ
જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે. પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી. બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે. જ્યારે તે રચાય છે, ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી, તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે.

દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટિરોલોજીના વરિષ્ઠ આબોહવા વિજ્ઞાની રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું હતું કે, “આગામી સપ્તાહે દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે. દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે. તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે. મેડન-જુલિયન ઓસિલેશન ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે. જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news