રજનીકાંતની ફિલ્મ 'દરબાર'નો FIRST LOOK રિલીઝ થતાં જ થયો વાયરલ

સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'દરબાર'નો ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. ફિલ્મનું પહેલું પોસ્ટર જોઇને એવું લાગે છે કે આ ફિલ્મમાં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં છે. સમાચારોનું માનીએ તો ગઇકાલે (બુધવાર)થી ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં શરૂ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ 2020માં પોંગલના અવસર પર રિલીઝ કરવામાં આવી શકે છે. 
રજનીકાંતની ફિલ્મ 'દરબાર'નો FIRST LOOK રિલીઝ થતાં જ થયો વાયરલ

નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'દરબાર'નો ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. ફિલ્મનું પહેલું પોસ્ટર જોઇને એવું લાગે છે કે આ ફિલ્મમાં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં છે. સમાચારોનું માનીએ તો ગઇકાલે (બુધવાર)થી ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં શરૂ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ 2020માં પોંગલના અવસર પર રિલીઝ કરવામાં આવી શકે છે. 

એઆર મુરૂગદાસ કરી શકે છે નિર્દેશન
આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરૂગદાસ, જ્યારે સંગીત નિર્દેશન 'કોલાવેરી' ફેમ અનિરૂદ્ધ રવિચંદર છે. તો બીજી તરફ તમિળ ઇંડસ્ટ્રીમાં 'લેડી સુપરસ્ટાર' ગણાતી નયનતારા આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રૂપમાં જોવા મળશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ મુરૂગદાસની સાથે રજનીકાંતની પ્રથમ ફિલ્મ હશે અને આ ફિલમના દ્વારા 11 વર્ષ બાદ રજનીકાંત અને નયનતારાની જોડી મોટા પડદા પર વાપસી કરશે. આ જોડી છેલ્લે ચંદ્વમુખી અને શિવાજી જેવીમાં જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દાયકાથી પણ વધુ સમયથી દર્શકોના દિલ પર રાજ કરનાર રજનીકાંતે દરેક રોલ સાથે જ પોતાને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેનું લેટેસ્ટ ઉદાહરણ ફિલ્મ '2.0' છે. રજનીકાંતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તો બીજી તરફ રજનીકાંતની છેલ્લી ફિલ્મ 'પેટ્ટા' પણ બોક્સ ઓફિસ પર ઠીક રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news