આ મહિલા રાતોરાત થઈ ગઈ ફેમસ, કારણ છે લતા મંગેશકર !

બોલિવૂડના ઓલ્ડ ક્લાસિક ગીતોના ચાહકોનો વર્ગ ઘણો મોટો છે. હવે ઇન્ટરનેટના આ જમાનામાં કોઈ પ્રતિભાને રાતોરાત ઓળખ મળી શકે છે ત્યારે એક સરસ વીડિયો વાઇરલ બન્યો છે.

આ મહિલા રાતોરાત થઈ ગઈ ફેમસ, કારણ છે લતા મંગેશકર !

મુંબઈ : બોલિવૂડના ઓલ્ડ ક્લાસિક ગીતોના ચાહકોનો વર્ગ ઘણો મોટો છે. હવે ઇન્ટરનેટના આ જમાનામાં કોઈ પ્રતિભાને રાતોરાત ઓળખ મળી શકે છે ત્યારે એક સરસ વીડિયો વાઇરલ બન્યો છે. હાલમાં કોઈ નેટિઝને એક વૃદ્ધ મહિલાનો એક વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો જે રાતોરાત લોકપ્રિય થઈ ગયો છે. આ મહિલા લતા મંગેશકરે ગાયેલા ગીત 'એક પ્યાર કા નગ્મા' ગાઈ રહી છે. આ ગીત 1972માં આવેલી બોલિવૂડ ફિલ્મ શોરનું છે. 

આ વીડિયો વેસ્ટ બંગાલના રાનાઘાટ સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યો છે. આ ગીત તાજી હવાની લહેરખી જેવું કર્ણપ્રિય છે. આ મહિલા સ્ટેશન પર જ રહે છે. તેનો આ વીડિયો ફેસબુક પર BarpetaTown દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાઇરલ થઈ રહ્યો છે. નેટિઝન આ ગીતના બે મોંઢે વખાણ કરી રહ્યા છે.

આ ગીત ફિલ્મ શોરનું છે અને એનું ફિલ્માંકન મનોજ કુમાર, નંદા અને માસ્ટર સત્યજિત રે પર કરવામાં આવ્યું છે. આ ગીત હજી પણ સંગીતપ્રેમીઓના દિલમાં સચવાયેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news