યે હૈ મોહબ્બતેંમાં આવવાનો છે મોટો ટ્વિસ્ટ, જાણી લો એડવાન્સમાં

હાલમાં સિરિયલમાં જબરદસ્ત ઇમોશનલ ડ્રામા ચાલી રહ્યો છે

યે હૈ મોહબ્બતેંમાં આવવાનો છે મોટો ટ્વિસ્ટ, જાણી લો એડવાન્સમાં

મુંબઈ : ટીવીની લોકપ્રિય સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. મળતી માહિતી પ્રમાણે આ શોમાં 8 વર્ષનો જમ્પ આવવાનો છે. આ જમ્પ પહેલાં ઇશિતાના હાથે તેના દીકરા આદિત્ય પર ફાયરિંગ થતું દેખાડવામાં આવશે. આ ફાયરિંગ પછી આદિત્યનું મૃત્યુ થઈ જશે. આમ, આ સિરિયલમાં ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવી સ્ટોરી જોવા મળશે. જે લોકોએ ક્યોંકી સાસ ભી… સિરિયલ જોઈ હશે તેમને યાદ હશે કે શોમાં તુલસી પોતાના દીકરા અંશને ગોળી મારી દે છે. હવે આવી જ પરિસ્થિતિ ‘યે હૈ મોહબ્બતેં’માં જોવા મળશે.

હાલમાં સિરિયલમાં જબરદસ્ત ઇમોશનલ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં આદિત્ય સાઇકો લવર બની ગયો છે. તેને જ્યારે ખબર પડે છે કે રોશની હવે શાંતનુ સાથે લગ્ન કરવાની છે તો તેને ગુસ્સો આવે છે. આદિના દિમાગમાં રોશની પર એસિડ ફેંકવાનો વિચાર આવે છે જેની જાણ ઇશિતાને થઈ જાય છે.

ઇશિતા ભારે પ્રયાસો પછી આદિત્યને રોકવાનો પ્રયાસ કરે છે પણ આદિત્ય એની વાત નથી માનતો. આખરે ઈશિતાને પોતાના દીકરા પર ગોળી ચલાવવી પડશે જેના કારણે ઇશિતા આખરે જેલમાં થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news