PHOTOS : 'કલંક' જોયા બાદ આવું હતું વરણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશાનું રિએક્શન

નતાશા ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન વરૂણના પરિવાર સાથે પહોંચી હતી. છેલ્લા કેટલાક દિવસોથી નતાશા અને વરૂણના લગ્નના સમાચારો પણ આવી રહ્યાં છે. વરૂણ ધવન અને ફેશન ડિઝાઇનર નતાશા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. 

PHOTOS : 'કલંક' જોયા બાદ આવું હતું વરણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશાનું રિએક્શન

નવી દિલ્હીઃ બોલીવુડની બિગ બજેટ ફિલ્મ 'કલંક' આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની સ્ક્રીનિંગ માટે મંગળવારે વરૂણ ધવન પોતાના પરિવાર અને ગર્લફ્રેન્ચ સાથે પહોંચ્યો જેના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. વરૂણ ધવનની 'કલંક' જોયા બાદ તેની ગર્લફ્રેન્ડ નતાશાના ચહેરા પર હાસ્ય જોવા જેવું હતું. નતાશાના આ ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. મહત્વનું છે કે, અભિષેક વર્મનના દિગ્દર્શનમાં બનેલી 'કલંક' કરણ જોહરના પિતાની ડ્રિમ પ્રોજેક્ટ ફિલ્મ છે. 

નતાશા ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન વરૂણના પરિવાર સાથે પહોંચી હતી. છેલ્લા કેટલાક દિવસોથી નતાશા અને વરૂણના લગ્નના સમાચારો પણ આવી રહ્યાં છે. વરૂણ ધવન અને ફેશન ડિઝાઇનર નતાશા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. 

Natasha Dalal cannot stop smiling after watching Varun Dhawan

લગ્ન બાદ કંઇક આવો હશે બંન્નેનો સંબંધ
એક ઈન્ટરવ્યૂ દરમિયાન વરૂણ ધવને કહ્યું કે, તે નતાશા દલાલ સાથે તે માટે છે, કારણ કેત તેની પોતાની અલગ ઓળખ છે અને તે તેના સપનાને પૂરા કરવામાં સહયોગ આપવા ઈચ્છે છે. વરૂણે કહ્યું કે, જ્યાં સુધી મારા અને નતાશાનો સવાલ છે, લગ્ન બાદ અમે આ બધી વસ્તુમાં સાથે છીએ, તેની પોતાની ઓળખ છે. તેણે કહ્યું કે, તેથી હું તેની સાથે છું કારણ કે, તેની એક ઓળખ છે. તે જે વસ્તુ જીવનમાં હાસિલ કરવા ઈચ્છે છે અને તે જે કરવા ઈચ્છે છે તેના માટે અવાજ ઉઠાવે છે અને તેના સાથી તરીકે હું તેને સહયોગ આપવા ઈચ્છું છું. જ્યાં સુધી મારા કરિયરનો સવાલ છે, તેણે હંમેશા મારો સાથ આપ્યો છે. 

A post shared by Varun Dhawan (@varundvn) on

બાળપણની મિત્ર છે નતાશા
મહત્વનું છે કે, વરૂણ ધવન પોતાની વ્યક્તિગત જિંદગી વિશે ઓછી વાતો કરે છે. પરંતુ પોતાની બાળપણની મિત્ર નતાશા દલાલ અને પોતાના સંબંધો વિશે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, મારો પ્રથમ પ્રેમ ફિલ્મો છે. બધા મારા આ પ્રેમ વિશે જાણે ચે. ફિલ્મો બાદ નતાશા, મારો પરિવાર તથા મારા મિત્રો જે મારી જિંદગીમાં ખુબ મહત્વના છે. હું મારા સંબંધોને સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news