Video : સંગીત સેરેમનીમાં મંગેતર સાથે ધમાલ ડાન્સ કર્યો સોનમે
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે (મંગળવાર) લગ્નના બંધનમાં બંધાવાની છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર 8 મે (મંગળવાર) લગ્નના બંધનમાં બંધાવાની છે અને તેના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. રવિવારે મહેંદીના કાર્યક્રમ બાદ સોમવારે (7 મે)એ સંગીત સેરેમની માટે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં અનિલ કપૂરના પરિવાર અને બોલીવુડ હસ્તિઓનો જમાવડો થયો. આ ફંક્શનમાં સોનમે મંગેતર આનંદ આહુજા સાથે ધમાલ ડાન્સ કરીને બધાના દિલ જીતી લીધા હતા.
We're in love with @sonamakapoor and @anandahuja letting their hair down at the mehendi ceremony. #SonamKiShaadi #EverydayPhenomenal pic.twitter.com/NnmVkFSla7
— Filmfare (@filmfare) May 7, 2018
ફંક્શનમાં કપૂર પરિવારમાંથી અનિલ કપૂર અને તેના પુત્ર હર્ષવર્ધન પહોંચ્યા. ત્યારબાદ શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી અને ખુશી પહોંચી. વધુ પડતા મહેમાનોએ સફેદ રંગના અલગ-અલગ શેડ્સનો ડ્રેસ પહેર્યો હતો. આજના ફંક્શનની થીમ વ્હાઈટ હતી. દુલ્હન (સોનમ) હર્ષવર્ધન અને રિયા કપૂર પણ ખૂબસૂરત સફેદ શેડ્સની ડ્રેસમાં નજર આવ્યા. આ ફંક્શનમાં મહેમાનોએ પણ ડાન્સની મજા માણી હતી.
Turn the volume up because the groom and bride-to-be are hitting the dance floor. @sonamakapoor @anandahuja #SonamKiShaadi #EverydayPhenomenal pic.twitter.com/6uT2LfEdi1
— Filmfare (@filmfare) May 7, 2018
જાહ્નવી અને ખુશી કપૂર પણ સફેદ ગોલ્ડન લેંઘામાં નજરે પડી. આ દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી, સ્વરા ભાસ્કર અને જેકલીન ફર્નાડીઝ પણ પહોંચી. ડાયરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મેહરા પણ પોતાની પત્ની સાથે સંગીત સમારોહમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે અનિલ કપૂરે પણ ડાન્સિંગ સ્ટાઇલથી બધાના દિલ જીતી લીધા હતા.
Father of the bride, @AnilKapoor expressing all his joy with his jhakas moves at #SonamAnandWedding! pic.twitter.com/vn1M7dXgQB
— Zoom TV (@ZoomTV) May 7, 2018
સોનમ કપૂરના લગ્નના સંગીત સમારોહમાં સોનમ અને તેના ભાઈ અર્જુન કપૂર તથા ડાયરેક્ટર કરણ જૌહર પણ સામેલ થયો. સોશિયલ મીડિયા પર સોનમ કપૂરના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સોનમ પોતાના મહેંદી ફંક્શનમાં ખુબ ખુશ અને એક્સાઇટેડ નજરે પડી. સોનમ જ નહીં પરંતુ તેમના પિતા અનિલ કપૂરે પણ મહેંદીમાં શાનદાર ડાન્સ કર્યો. સોનમ પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે 8 મેએ શિખ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાની છે અને 8 મેએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રિસેપ્શનમાં બોલીવુડની ઘણી હસ્તિઓ પણ સામેલ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે