ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો થઈ જાહેર

12 માર્ચ 2018ના દિવસે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો થઈ જાહેર

ગાંધીનગર : ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. બાળકના ઘડતરમાં 10મું અને 12મું ધોરણ મુખ્ય ફાળો ભજવે છે. ત્યારે હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જ જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

મળતી જાણકારી પ્રમાણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. આ અનુસાર પરિણામ 15મી થી 20મી મેની વચ્ચે આવી શકે છે. આ સિવાય ઘોરણ 10નું પરિણામ 28થી 31 તારીખની વચ્ચે જાહેર કરવામાં આવશે.

12 માર્ચ, 2018ના દિવસે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી. 17 લાખ 14 હજાર 979 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. જેમાં ધો-10ના 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થી અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખ 34 હજાર 679 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news