આ હિરોઇનને ચહેરા પર ગાયનું છાણ લગાવી Video કર્યો પોસ્ટ, લોકોએ બરાબર ભાંડી અને કહ્યું કે...

આ હિરોઇન ડ્રામા ક્વિન તરીકે લોકપ્રિય છે

આ હિરોઇનને ચહેરા પર ગાયનું છાણ લગાવી Video કર્યો પોસ્ટ, લોકોએ બરાબર ભાંડી અને કહ્યું કે...

મુંબઈ : બોલિવૂડમાં ડ્રામા ક્વિનના નામથી કુખ્યાત રાખી સાવંતે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાખીએ ચહેરા પર ખાસ પ્રકારનો ફેસપેક લગાવ્યો છે. રાખીએ માહિતી આપતા જણાવ્યું છે કે તેના આ ફેસપેકમાં ગાયનું છાણ છે અને જો કોઈ પણ ટેન્શન હોય તો ગાયના છાણનો આ ફેસપેક તમામ સમસ્યાઓને દૂર કરી દેશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખીએ આ વીડિયો પોસ્ટ કર્યો પછી એ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ છે. લોકોને તેનો આ અંદાજ બિલકુલ પસંદ નથી પડ્યો. લોકોએ આ વીડિયો પોસ્ટ કરવા બદલ તેની બરાબર ટીકા કરી છે. કેટલાકે તો તેને ડાકણ પણ કહી દીધી છે. 

નોંધનીય છે કે રાખી વિવાદિત હરકતો કરવા માટે જાણીતી છે. થોડા સમય પહેલાં તેણે પોતાના સ્તનના દાનની જાહેરાત કરી હતી. આ માટે તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે કહે છે કે ''દુનિયામાં એવા મહાન લોકો છે જે પોતાના શરીરના અલગઅલગ અંગદાન કરે છે. કોઈ પોતાની આંખોનું દાન કરે છે તો કોઈ ફેફસાંનું. મારી પાસે બીજું તો કંઈ નથી પણ હું મારા સ્તનનું દાન કરવા માગુ છું.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news