Video : રેખા અને ઐશ્વર્યાનો આ વીડિયો જોઈને જયા બચ્ચન થઈ જશે બળીને ખાક

બોલિવૂડની એવરગ્રીન દીવા રેખા હંમેશા પોતાની સ્ટાઇલ તેમજ બ્યુટીને કારણે ચર્ચામાં રહે છે

Video : રેખા અને ઐશ્વર્યાનો આ વીડિયો જોઈને જયા બચ્ચન થઈ જશે બળીને ખાક

નવી દિલ્હી : બોલિવૂડની એવરગ્રીન દીવા રેખા હંમેશા પોતાની સ્ટાઇલ તેમજ બ્યુટીને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં રેખા એક ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનને મળી અને તેમનો વીડિયો વાઇરલ બની રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન બંનેએ વ્હાઇટ અને ગોલ્ડન કલરનું કોમ્બિનેશન પહેર્યું હતું. રેખા સિલ્કની સાડી, ડાર્ક રેડ લિપ્સ અને લાલ ગુલાબમાં બહુ સુંદર લાગી રહી હતી.

આ વીડિયોમાં રેખા અને ઐશ્વર્યા એકબીજાનો હાથ પકડીને દરવાજા પર ઉભેલી પોતાની કાર સુધી આવી. રેખાએ પ્રેમથી ઐશ્વર્યાના ગાલ પર કિસ કરી અને ઐશ્વર્યાને પહેલાં કારમાં બેસવા માટે કહે છે. જોકે ઐશ્વર્યા પહેલાં રેખાને કારમાં બેસાડીને પછી જ ત્યાંથી નીકળે છે. ઐશ્વર્યા અને રેખા વચ્ચેનો આ પ્રેમ જોઈને ઐશ્વર્યાના સાસુ જયા બચ્ચનને ચોક્કસ તકલીફ થઈ હશે. એક તરફ ચર્ચા ચાલી છે કે જયા બચ્ચન અને તેની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે સારા સંબંધો નથી અને બીજી તરફ ઐશ્વર્યાની અમિતાભ બચ્ચનની એક્સ પ્રેમિકા રેખા વચ્ચેની નિકટતા જગજાહેર છે.  

નોંધનીય છે કે ઐશ્વર્યા રાયના ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થતા રેખાએ ઓપન લેટર લખ્યો હતો. રેખાએ આ લેટરની શરૂઆતમાં મેરી એશ એવું સંબોધન કર્યું હતું અને અંતમાં રેખા મા લખ્યું હતું. રેખા અને ઐશ્વર્યા વચ્ચે એક બેહદ ખૂબસુરત સંબંધ છે. આ બંને સાથે હોય ત્યારે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી તેમના ચાહકોને જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news