'પીએમ મોદી' ફિલ્મના વિરોધ પર બોલ્યા વિવેક ઓબેરોય, 'ચોકીદારના ડંડાથી ડરી રહ્યાં છે કેટલાક લોકો'

ચૂંટણી પંચ અને દિલ્હી હાઈકોર્ટે બંન્ને જગ્યાએ ફિલ્મની રિલીઝને લીલી ઝંડી મળી ચુકી છે. 

'પીએમ મોદી' ફિલ્મના વિરોધ પર બોલ્યા વિવેક ઓબેરોય, 'ચોકીદારના ડંડાથી ડરી રહ્યાં છે કેટલાક લોકો'

નવી દિલ્હીઃ વિવેક ઓબેરોય છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. કારણ શું છે લગભગ જણાવવાની જરૂર નથી. દેશના વડાપ્રધાન પર બની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'માં વિવેક ઓબેરોય લીડ રોલમાં છે. તો આ ફિલ્મના ટ્રેલર રિલીઝ બાદ તેનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. પરંતુ ચૂંટણી પંચ અને દિલ્હી હાઈકોર્ટ બંન્નેની લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ વિશે વાત કરતા વિવેકે કહ્યું કે, મને સમજાતું નથી કે લોકો આ ફિલ્મનો વિરોધ કેમ કરી રહ્યાં છે? આ લોકો ફિલ્મથી નહીં ચોકીદારના ડંડાથી ડરી ગયા છે. 

ફિલ્મ વિશે આગળ વાત કરતા વિવેક ઓબેરોયે કહ્યું કે, ફિલ્મમાં પીએમ મોદીને મહાન દેખાડવામાં આવ્યા નથી. તે ફિલ્મથી વધુ છે અને તેઓ ખુદ એક હીરો છે અને તેમને હીરો દેખાડવાની કોઈ જરૂર નથી કારણ કે પીએમને દેશની જનતાએ ખુદ પોતાનો હીરો પસંદ કર્યાં છે. 

— ANI (@ANI) April 3, 2019

તો વિવેકે કહ્યું કે, મને સમજાતું નથી કે દેશના સીનિયર વકીલ કેમ ફિલ્મના પ્રતિબંધ પાછળ પોતાનો સમય બરબાદ કરી રહ્યાં છે? લોકો ફિલ્મથી નહીં પરંતુ ચોકીદારના ડંડાથી ડરી ગયા છે. 

— ANI (@ANI) April 3, 2019

5 એપ્રિલે રિલીઝ થશે ફિલ્મ
મહત્વનું છે કે, ફિલ્મમાં વિવેદ ઓબેરોયે નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. તો અમિત શાહની ભૂમિકામાં અભિનેતા મનોજ જોશી નિભાવી રહ્યાં છે. આ સાથે દર્શન કુમાર, બોમન ઈરાની, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત આર સલૂજા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ઓબેરાય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ પણ ફિલ્મના નિર્માતાઓમાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news