અમદાવાદ: પેપર લીક મામલે આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજૂર

લોકરક્ષક દળની ભરતીમાં પેપર લીક થયા બાદ સરકારે તાત્કાલિક પેપર રદ કર્યુ હતું. ત્યારબાદ આજે પેપર લીક કૌભાંડમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા.

અમદાવાદ: પેપર લીક મામલે આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજૂર

અમદાવાદ: લોકરક્ષક ભરતીના પેપર લીક મામલે પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે હજુ એક આરોપી પોલીસના સકંજામાંથી ફરાર છે. પોલીસ દ્વાર 4 આરોપીઓને જજના ઘરે રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

લોકરક્ષક દળની ભરતીમાં પેપર લીક થયા બાદ સરકારે તાત્કાલિક પેપર રદ કર્યુ હતું. ત્યારબાદ આજે પેપર લીક કૌભાંડમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં ભાજપમાંથી મનહર પટેલ, મુકેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો PSI પી.વી.પટેલની સંડોવણી સામે આવતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પી.વી.પટેલની ગાંધીનગરમાં ડ્યૂટી હતી. પી.વી.પટેલ બાયોમેટ્રિક વેરીફિકેશન પર હતો.

આ સાથે જ આરોપી યશપાલસિંહ સોલંકીનું પણ નામ ખૂલ્યું છે. આ સાથે ઉમેદવાર રૂપલ શર્માની પણ સંડોવણી સામે આવી હતી. પોલીસે તાત્કાલિક તમામ સામે FIR દાખલ કરીને કરી હતી. પરંતુ આ પાંચ આરોપીઓમાંથી એક આરોપી યશપાલસિંહ ફરાર છે. જ્યારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ચારેય આરોપીઓને જ.એચ.વી જોષીના નિવાસ્થાને રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરતું તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news