પંચમહાલમાં ધર્માંતરણનો મુદ્દો ગરમાયો, કેવી રીતે ત્રણ પરિવારે ખ્રિસ્તી ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો

આ તમામ પરિવાર હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક જૂની ભાટ ગામના હતા. જે 3 પરિવારના અંદાજીત 12 જેટલા સભ્યોને ગાયત્રી યજ્ઞ કરાવી મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ કર્યા બાદ ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી.

પંચમહાલમાં ધર્માંતરણનો મુદ્દો ગરમાયો, કેવી રીતે ત્રણ પરિવારે ખ્રિસ્તી ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો

જયેન્દ્રભોઈ/પંચમહાલ: આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી શૈક્ષણિક સંસ્થાની આડમાં આદિવાસી હિંદુઓને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાનો મુદ્દો ગરમાયો છે. હાલમાં જ અહીં 3 જેટલા પરિવારના 12 જેટલા સભ્યો હિન્દૂ ધર્મમાં વિધિ વિધાન સાથે પરત ફરી ઘર વાપસી કરી હતી.

પંચમહાલના જાંબુઘોડા સહિતનો જે આદિવાસી અને જંગલ વિસ્તાર છે કે જ્યાં વર્ષો અગાઉ શિક્ષણ માટે કોઈ પણ વિકલ્પ નહોતો, ત્યારે આવા વિસ્તારોને ટાર્ગેટ કરી કેટલીક ખ્રિસ્તી ધર્મની શૈક્ષણિક સંસ્થાઓએ આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારી સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સહિતની ધાર્મિક ગતિવિધિઓમાં ભાગ લેવડાવી આ તમામ વિદ્યાર્થીઓ સહિત તેમના પરિવારોને પણ ખ્રિસ્તી ધર્મમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો મૂળ હિન્દૂ આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હતા. તેઓની અજ્ઞાનતાને કારણે ખ્રિસ્તી ધર્મની સંસ્થાઓએ ખૂબ જ મોટાપાયે ધર્માંતરણ કરાવ્યું હતું. આ સમગ્ર મામલો સ્થાનિક હિંદુ સંગઠનો અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ધર્મ જાગરણ મંચના ધ્યાને આ તમામ ધર્માંતરણ પામેલા પરિવારોને હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવી અને આદિવાસી સમાજ હિન્દૂ સમાજનો અભિન્ન અંગ હોવાનું માર્ગદર્શન આપી 3 જેટલા પરિવારોને પોતાના મૂળ હિંદુ સનાતન ધર્મમાં ઘર વાપસી કરાવી હતી.

આ તમામ પરિવાર હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક જૂની ભાટ ગામના હતા. જે 3 પરિવારના અંદાજીત 12 જેટલા સભ્યોને ગાયત્રી યજ્ઞ કરાવી મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ કર્યા બાદ ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news