દીક્ષા લેનાર 12 વર્ષની ખુશી બોલી, ‘મેં સાધ્વી બનવામાં ચાર વર્ષ મોડું કર્યું’

જિંદગીની તમામ સુખ-સુવિધાઓ છોડીને સુરતમાં 12 વર્ષની એક માસુમ બાળકીએ જૈન ધર્મમાં દીક્ષા લીધી છે. માસુમ ખુશી શાહે સાંસારિક સુખોને ત્યાગીને સાધવી બનવાનો નિર્ણય લીધો છે. 

દીક્ષા લેનાર 12 વર્ષની ખુશી બોલી, ‘મેં સાધ્વી બનવામાં ચાર વર્ષ મોડું કર્યું’

સુરત :જિંદગીની તમામ સુખ-સુવિધાઓ છોડીને સુરતમાં 12 વર્ષની એક માસુમ બાળકીએ જૈન ધર્મમાં દીક્ષા લીધી છે. માસુમ ખુશી શાહે સાંસારિક સુખોને ત્યાગીને સાધવી બનવાનો નિર્ણય લીધો છે. ખુશીના આ નિર્ણય પર પરિવારે પણ હામી ભરી હતી અને દીકરીના નિર્ણયનુ માન રાખીને દીક્ષા સમારોહ આયોજિત કરવાનો નિર્ણય લીધો હતો. બુધવારે તેણે જૈન દીક્ષા લીધી હતી.

PMના શપથ સમારોહ માટે ગુજરાતના નેતાઓ દિલ્હી જવા રવાના

જૈન ધર્મમાં દીક્ષા સાંસારિક સુખોના ત્યાગની એક વિધી છે. દર વર્ષે હજારો લોકો દીક્ષા અપનાવીને સાંસારિક સુખ ત્યાગે છે, અને સંમયના માર્ગ અપનાવે છે. ખુશીએ છઠ્ઠા ધોરણમાં 97 ટકા અંક પ્રાપ્ત કર્યા હતા. સંયમનો માર્ગ અપનાવવા માટે તેણે ગત વર્ષે નવેમ્બરમાં સ્કૂલ છોડી હતી. એએનઆઈ સાથે વાતચીતમાં ખુશીએ જણાવ્યું કે, આપણે જે સુખ ભોગવીએ છીએ તે સ્થાયી નથી. કેમ કે, સંસાર અસ્થાયી છે અને આવું જ રહેશે. 

ખુશીએ જણાવ્યું કે, સાધ્વી બનવા માટે તેણે ચાર વર્ષ મોડું કર્યું. હવે હું 12 વર્ષની છું. તેથી હું જલ્દીમાં જલ્દી દીક્ષા લેવા માંગું છું. તો બીજી તરફ સિમરરંધર સ્વામીના કહેવા અનુસાર, આઠ વર્ષની ઉંમરમાં સાંસારિક સુખ ત્યાગ કરવા માંગતી હતી. 

ખુશીના પિતા વિનીત શાહ એક સરકારી કર્મચારી છે. દીકરીના સાધ્વી બનવા પર તેણે કહ્યું કે, આ અમારા માટે ગર્વની બાબત છે. એક વાર તે સાધ્વી બન્યા બાદ અનેક લોકોના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે. 

હીરા વેપારીના 12 વર્ષના દીકરાએ દીક્ષા લીધી હતી
સુરતમાં આ પહેલા હીરા વેપારી દિપેશ શાહના 12 વર્ષીય દીકરા ભવ્ય જૈને દીક્ષા લીધી હતી. હીરા વેપારીના દીકરા ભવ્ય જૈને ઉમરા સ્થિત જૈન સંઘમાં આચાર્ય રશ્મિરત્નસૂરીએ દીક્ષા લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news