PMના શપથ સમારોહ માટે ગુજરાતના નેતાઓ દિલ્હી જવા રવાના
પીએમ મોદીના ભવ્યાતિભવ્ય શપથવિધિ સમારોહમાં દેશ-વિદેશના અનેક મહાનુભવો હાજરી આપશે, ત્યારે ગુજરાતના નેતાઓ પણ આજે દિલ્હીમાં પહોંચશે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ :પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શપથ લેવાના છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7 કલાકે લેશે. નરેન્દ્ર મોદી સાથે અનેક મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. પીએમ મોદીના ભવ્યાતિભવ્ય શપથવિધિ સમારોહમાં દેશ-વિદેશના અનેક મહાનુભવો હાજરી આપશે, ત્યારે ગુજરાતના નેતાઓ પણ આજે દિલ્હીમાં પહોંચશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ આજે દિલ્હી જવા રવાના થશે.
પદનામિત પ્રધાનમંત્રી આજે શપથ લેશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ સિવાય અનેક નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી સરકારના શપથવિધિમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી મોદીના શપથ સમારોહમાં સામેલ થવા ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી જવા રવાના થયા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રમણલાલ વોરા, કચ્છના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભરત પંડ્યા દિલ્હી જવા રવાના થયા છે. તો બીજી તરફ, ભાજપના યુવા મોરચા અને મહિલા મોરચાના આગેવાનો ટ્રેનથી રવાના થયા. દેશભરમાંથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જવા રવાના થયા હતા.
આ વિશે નેતા ભરત પંડ્યાએ કહ્યું કે, અમને બહુ ખુશી અને આનંદ થાય છે કે નરેન્દ્ર મોદી બીજી વાર પીએમ બનવા જઈ રહ્યા છે. અમે શપથ સમારોહમાં ભાગ લઈએ છીએ તે અમારા માટે પ્રસંગ સમાન છે. રાહુલ ગાંધીનું રાજીનામુ આપવાની વાત માત્ર એક નાટક છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે