કથિત લઠ્ઠાકાંડમાં 20 ના મોત, 32 લોકોને ગંભીર અસર; પરિવારજનોનું હૈયાફાટ રૂદન

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉંચડી, ચંદરવાના 2-2 લોકોના મોત થયા છે

કથિત લઠ્ઠાકાંડમાં 20 ના મોત, 32 લોકોને ગંભીર અસર; પરિવારજનોનું હૈયાફાટ રૂદન

ઝી બ્યુરો, અમદાવાદ: બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તમામ દર્દીઓની ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉંચડી, ચંદરવાના 2-2 લોકોના મોત થયા છે. ત્યારે ધંધૂકાના આકરુ અને અણીયાળી ગામના 3-3 લોકોના મોત થયા છે. રાણપુર તાલુકાના દેવગણા ગામના 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં હાલ કુલ 32 લોકો સારવાર હેઠળ છે. તમામે તમામ દર્દીઓને ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 4 લોકોની હાલત હજુ અત્યંત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીએ DySPની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. બુટલેગરોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ પણ તૈયાર કરી છે. સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે આ સાથે ATS ના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે. બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં ગુજરાત ATS એક્શનમાં આવી છે. ગુજરાત ATS ની ટીમ તપાસ માટે બોટાદના બરવાળા પહોંચી હતી.

ATS ના DIG દિપેન ભદ્રન, SP સુનિલ જોશી સહિત આખી ટીમ બરવાળા પહોંચી છે. સમગ્ર કેસની ATS દ્વારા ઝણવટભરી તપાસ કરવામાં આવશે. બોટાદના કથિક લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ગુજરાત પોલીસે કુલ પાંચ આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદ અને બોટાદથી આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદથી કેમિકલ મોકલનાર અને વેચનારને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રીક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્યું છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની એક ફેક્ટરીમાંથી મિથેનોલ લાવવામાં આવ્યો હતો. ત્યારે બરવાળા તાલુકાના ચોકડી ગામે દારૂ બનાવવામાં આવ્યો હતો. ચોકડી ગામના પીન્ટુ ગોરવા નામના બુટલેગર દ્વારા દારૂ બનાવવામાં આવ્યો હતો. ત્યારે લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર બુટલેગર પીન્ટુ ગોરવા ઝડપાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, કથિત લઠ્ઠાકાંડમાં લોકોના મોતની તપાસમાં FSL ની મદદ લેવાશે. મૃતકોનો વિસેરા રિપોર્ટ FSL મોકલવામાં આવશે. ધંધુકા ખાતે થયેલા PM બાદ વિસેરા FSL માં મોકલવામાં આવશે. FSL ના રિપોર્ટ બાદ સાચા કારણની સત્તાવાર જાહેર થશે. કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોનાં મોત થયા છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડમાં મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે. ધંધૂકાના અણીયાળી ગામના 2 લોકોનાં મોત થયા છે. અણીયાળી ગામના મૃતકોના ભાણેજે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃતકોના ભાણેજે ન્યાયની માગણી કરી મૃતદેહ ન સ્વીકાર્યો. મૃતકોના ભાણેજે વળતર અપાય તેવી પણ માંગ કરી છે.

મૃતકોના નામ
1. વશરામભાઈ પરમાર (રોજીદ ગામ)
2. ઘનશ્યામભાઈ પરમાર (રોજીદ ગામ)
3. બળદેવભાઈ મકવાણા (અણીયાળી ગામ)
4. હેમંતભાઈ વડદરિયા (અણીયાળી ગામ)
5. રમેશભાઈ વડદરિયા (અણીયાળી ગામ)
6. કિશનભાઈ ચાવડા (આકરુ ગામ)
7. ભાવેશભાઈ ચાવડા (આકરુ ગામ)
8. પ્રવિણભાઈ કુંવારિયા (આકરુ ગામ)
9. અરવિંદભાઈ સીતાપરા (ચંદરવા ગામ)
10. ઇર્શાદભાઈ કુરેશી (ચંદરવા ગામ)
11. જયંતીભાઈ ચેખલિયા (ઉંચડી)
12. ગગનભાઈ ચેખલિયા (ઉંચડી)
13. ભૂપતજી વિરગામા (રોજીદ ગામ)
14. ધુડાભાઈ પગી (રોજીદ ગામ)
15. શાંતિભાઈ પરમાર (રોજીદ ગામ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news