બોટાદ ગઢડા રોડ પર કાર અને દૂધના ટેમ્પા વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે જ 2ના મોત

ગઢડા બોટાદ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર હાઇવે પરના દૂઘ વાહન સાથે અથડાતા કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

બોટાદ ગઢડા રોડ પર કાર અને દૂધના ટેમ્પા વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે જ 2ના મોત

રધુવીર મકવાણા/બોટાદ: ગઢડા બોટાદ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર હાઇવે પરના દૂઘ વાહન સાથે અથડાતા કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત ગઢડા પાસે આવેલા ટાટમ ગામમાં થયો હતો.

Accident-bOTAD

કારમાં સવાર યુવકો  ગઢડાથી બોટાદ તરફ જઇ રહ્યા હતા. આ સમય દરમિયાન કારની સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. બંન્ને મૃતક યુવકો બોટાદના હોવાનું જાણવા મળ્યું છે. કારમાં આગ લાગવાની ઘટાનાની પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઘટના સ્થળ પર પહોચ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news