જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 2 હત્યારાની થઈ ઓળખ

તપાસનું ફળ હવે ક્રાઈમ બ્રાન્ચ અને સીટને મળી ગયું છે. ક્રાઈમ બ્રાન્ચે 2 શાર્પ શૂટર્સની ઓળખ કરી લીધી છે. શેખર મારુ અને સુરજીત ભાઉ નામના બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચનાં રડારમાં આવ્યા છે. તો બીજી તરફ, મનીષા વકીલનું લોકેશન પણ ટ્રેસ કરાઈ લીધું છે. ટૂંક સમયમાં જ આ ત્રણેય શખ્સોની ધરપકડ કરાશે તેવી શક્યતા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 2 હત્યારાની થઈ ઓળખ

જાવેદ સૈયદ/અમદાવાદ : ભાનુશાળીની હત્યા મુદ્દે એટીએસ અને સીઆઇડી ક્રાઇમની ટીમોએ બે દિવસથી ભૂજમાં ધામા નાખ્યા હતા. જેમાં રેલવે સ્ટેશન, હાઈવે અને શહેરના સીસીટીવી ફૂટેજ તેમજ રિઝર્વેશન ચાર્ટ સહિતના અનેક પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે આ તપાસનું ફળ હવે ક્રાઈમ બ્રાન્ચ અને સીટને મળી ગયું છે. ક્રાઈમ બ્રાન્ચે 2 શાર્પ શૂટર્સની ઓળખ કરી લીધી છે. શેખર મારુ અને સુરજીત ભાઉ નામના બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચનાં રડારમાં આવ્યા છે. તો બીજી તરફ, મનીષા વકીલનું લોકેશન પણ ટ્રેસ કરાઈ લીધું છે. ટૂંક સમયમાં જ આ ત્રણેય શખ્સોની ધરપકડ કરાશે તેવી શક્યતા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને સીટ દ્વારાશાર્પશૂટરોની ઓળખ કરાઈ છે. શેખર મારુ અને સુરજીત ભાઉ ક્રાઇમબ્રાંચનાં રડારમાં આવ્યા છે. ભાનુશાળી પર ફાયરિંગની તપાસમાં એજન્સીએ એક કાર પણ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાનુશાળીની પાછળ જવા માટે આ કારથી તેમનો પીછો કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ તપાસમાં ભાઉ નામના શાર્પ શૂટરનું નામ ખૂલી ગયું હતું. જ્યંતી ભાનુશાળીની હત્યાના મામલે ગુજરાત બહાર ગયેલી SITની એક ટીમને મોટા પુરાવા હાથ લાગ્યા છે. ટ્રેનના કોચમાં હત્યાને અંજામ આપવા કુલ 4 લોકો આવ્યા હોવાનું સામે આવ્યું છે અને આ મર્ડર માટે પ્રોફેશનલ શુટર્સ બહારથી બોલાવાયેલા હોવાનું તપાસમાં ખુલતા જ સીટની ટીમે મહારાષ્ટ્રમાં તપાસનો દોર લંબાવ્યો હતો. 

...તો શું મનીષા જ છે મુખ્ય ગુનેગાર
 જયંતી ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજિત ભાઉ નામના વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બન્ને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા. ત્યારે હવે જયંતી ભાનુશાળી હત્યામાં પણ સુરજીત ભાઉનું નામ સામે આવ્યું છે. ત્યારે આ હત્યાની સીધી આંગળી મનીષા તરફ ચિંધાઈ રહી છે. તો શું મનીષા ગોસ્વામી જ ખરી આરોપી છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news