શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?

આ કેસમાં અગાઉ 2008નો બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલનાર ટેકનિકલ સર્વેલન્સની ટીમ પણ કામ લગાવાઈ છે. ચાલુ ટ્રેનમાં થયેલી આ હત્યાના કેસમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બે શકમંદોની ધરપકડ કરાઈ છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?

ભૂજ/ગુજરાત : જયંતી ભાનુશાળીની હત્યાના ત્રણ દિવસ બાદ પણ પોલીસ હજી સુધી હત્યારાઓનું પગેરુ મેળવી શકી નથી. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યાને 72થી વધુ કલાકો થઈ ગયા છે. ત્યારે આ કેસમાં અગાઉ 2008નો બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલનાર ટેકનિકલ સર્વેલન્સની ટીમ પણ કામ લગાવાઈ છે. ચાલુ ટ્રેનમાં થયેલી આ હત્યાના કેસમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બે શકમંદોની ધરપકડ કરાઈ છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો આ કેસમાં મુખ્ય શકમંદ કહેવાતી મનીષા ગોસ્વામી પણ હત્યાના આગલા દિવસે કચ્છમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

મનીષા કચ્છથી મુંબઈ ગઈ હતી
જયંતી ભાનુશાળીની પૂર્વ પ્રેમિકા કહેવાતી મનીષા ગોસ્વામીનો તબેલો જયંતી ભાનુશાળીના ફાર્મહાઉસને અડીને આવેલો છે. જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે સંબંધો વણસ્યા બાદ આ તબેલાની માલિકી મેળવવા માટે પણ જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે વધુ એક માહિતી સામે આવી છે કે, શું મનીષા ગોસ્વામી જયંતીની હત્યાના પહેલા અને હત્યાના આગામી દિવસે કચ્છમાં હતી? ચર્ચા છે કે, 1થી 3 જાન્યુઆરી વચ્ચે કચ્છના આર્થિક કૌભાંડોમાં વગોવાયેલા કૌભાંડી નેતા સાથે તે પ્લેનથી મુંબઈ ગઈ હતી અને મુંબઈના કેટલાક લોકો સાથે તેણે મીટિંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાપીની મનીષા ગોસ્વામી એ 6 લોકોમાંની એક છે, જેમની સામે જયંતી ભાનુશાળીની હત્યાના આરોપની ફરિયાદ કરાઈ છે. કહેવાય છે કે, મનીષા મુંબઈથી પરત કચ્છ ફરી હતી. અહીંથી તે વાપી પરત ફરી હતી. 

JayantiBhanushili.jpg

રેલવે કર્મચારીની સંડોવણી હોવાની શક્યતા
જયંતી ભાનુશાળીની હત્યામાં રેલવેના કોઈ કર્મચારીની પણ સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રેલવેના કોઈ કર્મચારીએ હત્યારાઓને મદદ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રેનનો બંધ ડબ્બો કોણે ખોલ્યો, હત્યારાઓ કોચમાં કેવી રીતે પ્રવેશ્યા તે મામલે કોઈ રેલવેનો જાણભેદુ હોઈ શકે તેવી એટીએસને શંકા છે. 

કોણ છે આ મનિષા?
જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ મનીષા ગોસ્વામીનો હાથ હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. કારણ કે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી. જો કે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જો કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં મનીષા સામે શંકા ઉપજી રહી છે. અત્યંત વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરીણિત છે અને બે સંતાનોની માતા છે. જો કે ત્યાર બાદ તેના છૂટાછેડા થયા હોવાની વાત પણ જાણવા મળી છે. પરંતુ તેના પતિએ કરેલા ખુલાસા મુજબ તેઓના છૂટાછેડા થયા જ નથી. મનીષા અને જયંતિ ભાનુશાળી  વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બંન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. ધારાસભ્ય બનતા જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણાં વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બન્નેએ ઘણાં લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. તેમજ રાજકીય હેતુ સિદ્ધ કર્યા. પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનિષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો, અને બીજી તરફ મનિષા ગોસ્વામી સાથે તેમનો ઝઘડો ઉગ્ર બન્યો.

5 કરોડમાં થયું હતું સમાધાન!
2016 સુધીમાં તો બન્ને વચ્ચે બોલવાના સંબંધો પણ ન રહ્યા. પણ મનજી બાપુ નામના ભાનુશાળી સમાજના એક અગ્રણીએ 2017માં બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન પેટે જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પણ જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ ન આપતા મનિષા ઉશ્કેરાઈ હતી. આ ઉપરાંત ખંડણીના એક મામલામાં 2018માં બન્ને વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી. જયંતી ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજિત ભાઉ નામના વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બન્ને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news