ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ઝડપાયું 200 કરોડનું GST કૌભાંડ, નવી મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ

અગાઉ 200 કરોડના આ જીએસટી કૌભાંડમાં 14 આરોપીઓને ઈકોસેલે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. અગાઉ કૌભાંડને પકડવા માટે ઈકોસેલની ટીમે સાથે સાયબર સેલ અને એસઓજીના સ્ટાફની મદદ લઈ 12 ટીમો બનાવી હતી.

ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ઝડપાયું 200 કરોડનું GST કૌભાંડ, નવી મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ

સુરત: ક્રાઇમ બ્રાંચની ઈકોસેલે મહિના પહેલા રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 200 કરોડનું જીએસટી કૌભાંડ પકડી પાડયું હતું. આ કૌભાંડનો સૂત્રધાર મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ પકડાયો છે.

મુરશીદ આલમે 496 કરોડના બોગસ બિલ બનાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે. મુરશીદે એમડી એન્ટરપ્રાઈઝ અને મકવાણા એન્ટરપ્રાઈઝ તેમજ અન્ય 17 બોગસ પેઢીઓ બનાવી હતી. 

ઈકો સેલે જણાવ્યું કે મુરશીદ આલમની મોડ્સ ઓપરેન્ડી એવી છે કે તે ખોટા દસ્તાવેજોથી ડમી પેઢીઓ બનાવી GST રજીસ્ટ્રેશન નંબર મેળવી તે ખોટા બિલો બનાવી ગેરકાયદે નાણાકીય વ્યવહારો કરાવી જીએસટી પોર્ટલમાં ખોટી રીતે ફાઇલીંગ કરી સરકારને કરોડોનો ચૂનો ચોપડયો હતો.

અગાઉ 200 કરોડના આ જીએસટી કૌભાંડમાં 14 આરોપીઓને ઈકોસેલે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. અગાઉ કૌભાંડને પકડવા માટે ઈકોસેલની ટીમે સાથે સાયબર સેલ અને એસઓજીના સ્ટાફની મદદ લઈ 12 ટીમો બનાવી હતી. 12 ટીમોએ ગુજરાતના અલગ અલગ શહેરોમાં એક સાથે દરોડા પાડયા હતા. જેમાં સુરત-3 અમદાવાદ-2, ભાવનગર-5, રાજકોટ-2 મોરબી-2 મળી 14 આરોપીઓને પકડી પાડયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news