બજેટ પહેલાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, વધાર્યો નહી ટેક્સ

Tax: પાન મસાલા અને ગુટખા કારોબારમાં ટેક્સ ચોરીને રોકવા માટે વ્યવસ્થા બનાવવા પર પણ કોઇ નિર્ણય થઇ શક્યો નથી. બેઠક બાદ સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ બેઠકમાં ઓનલાઇન ગેમિંગ અને ખેડૂતો પર GST લગાવવા પર ચર્ચા કરવામાં આવી નહી.

બજેટ પહેલાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, વધાર્યો નહી ટેક્સ

GST Council Meeting: GST પરિષદની 48મી બેઠક પુરી થઇ ગઇ છે. ત્યારબાદ આ બેઠકમાં શું-શું નિર્ણય લેવામાં આવ્યા છે, તેની જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકને લઇને કહ્યું કે GST કાઉન્સિલની 48મી બેઠકમાં કોઇપણ વસ્તુ પર કોઇ ટેક્સ વધારવામાં આવ્યો છે. કોઇ નવું ટેક્સેશન લાવવામાં આવ્યું નથી. જે કંઇપણ કહેવામાં આવ્યું છે તે સ્પષ્ટીકરણ જાહેર કરવા માટે કરવામાં આવ્યું છે, જ્યાં વ્યાખ્યાઓની અસ્પષ્ટતા બની છે. 

આ માટે નિર્ણય
GST કાઉન્સિલની 48મી બેઠકમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે. રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રાએ જીએસટી પરિષદની 48મી બેઠક પુરી થયા બાદ નિર્ણય વિશે જાણકારી આપવામાં આવી. તેમને જણાવ્યું કે તેમાં જીએસટી પરિષદે પાલનમાં કરવામાં આવી રહેલી ગરબડીઓને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ સાથે જ કાર્યવાહી શરૂ કરવાની સીમાને બેમણી કરી બે કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો. 

— NSitharamanOffice (@nsitharamanoffc) December 17, 2022

આન પર થયો નહી નિર્ણય 
તો બીજી તરફ પાન મસાલા અને ગુટખા બિઝનેસમાં ટેક્સ ચોરીને રોકવા માટે વ્યવસ્થા બનાવવાઅ પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહી. બેઠક બાદ સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ બેઠકમાં ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર GST લગાવવા પર ચર્ચા કરવામાં આવી નહી, આમ એટલા માટે થયું કારણ કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાઇડ સંગમની અધ્યક્ષતાવાળા મંત્રીઓના ગ્રુપ (GOM) એ આ મુદ્દા પર થોડા દિવસ પહેલાં જ રિપોર્ટ સોપ્યો હતો. ઓછો સમય હોવાથી જીએસટી પરિષદના સભ્યોને રિપોર્ટ સોંપી શકાયો નહી.

તેના પર GST ખતમ કરવાનો નિર્ણય
આ સાથે જ રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે પરિષદે GST કાયદાના પાલનમાં અનિયમિતતા પર પ્રોસિક્યુશન શરૂ કરવાની સીમાને વધારી દીધી છે અને તેને એક કરોડ રૂપિયાથી વધારીને બે કરોડ કરવા પર સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. તો દાળના ફોતરા પર GST ખતમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યાર સુધી દાળના ફોતરા પર 5% GST લાગે છે. 

- Revenue Secretary Shri Sanjay Malhotra while elaborating on outcomes of 48th GST Council Meeting. pic.twitter.com/PR5tUmTfxN

— NSitharamanOffice (@nsitharamanoffc) December 17, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news